Back

અનાવડા રેલવેપુરા થી જુગાર રમતા પાંચ ઇસમોને પકડી પાડતી પાટણ એલ. સી. બી.ટીમ.

પ્રહલાદ વ્યાસ. પાટણ.


 અનાવાડા રેલ્વેપુરા ખાતેથી રોકડ રૂ.૧૧,૩૩૦/- તથા જુગાર ના સાહિત્ય સાથે પાંચ ઇસમોને પકડી પાડતી પાટણ એલ.સી.બી. ટીમ


  મે.ઇન્ચાર્જ પો.અધિ.પાટણ શ્રી એચ.કે.વાઘેલા સાહેબ નાઓએ પાટણ જીલ્લામાંથી જુગારની બદીને ડામવા સારૂ કરેલ સુચના આધારે તેમજ પાટણ એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી કે.એમ.પ્રિયદર્શી સાહેબ તથા પો.સબ.ઇન્સ. વાય.કે.ઝાલા સાહેબ ના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ભરતસિંહ પ્રભાતસિંહ તથા અ.હેડ કોન્સ. કુલદીપકુમાર લક્ષ્મીદાસ તથા અ.પો.કોન્સ. જીતેન્દ્રકુમાર ગોવીંદભાઇ તથા અ.પો.કો. મહેન્દ્રસિંહ શંભુજી એ રીતેના એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો તથા મીસીંગ સેલના અ.હેડ કોન્સ. જયેશજી બાબુજી તથા અ.પો.કોન્સ. અશોકકુમાર વરવાભાઇ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા


દરમ્યાન અ.પો.કો. મહેન્દ્રસિંહ શંભુજી નાઓને મળેલ હકીકત આધારે પંચો સાથે અનાવાડા રેલ્વેપુરામાં રહેતા ઠાકોર સંજયજી રમેશજી નાઓના બંદ ઘરની બહારના ભાગે ખુલ્લા આંગણામાં  જુગાર અંગે રેઇડ કરતાં (૧) ઠાકોર શંકરજી વરસંગજી રહે.અનાવાડા રેલ્વેપુરા તા.જી.પાટણ તથા (૨) ઠાકોર રાજુજી વરસંગજી રહે.અનાવાડા રેલ્વેપુરા તા.જી.પાટણ તથા (૩) ઠાકોર(પારકરા) નવઘણજી ભેમાજી ભાવાજી  રહે.સિનાડ તા.રાધનપુર જી.પાટણ તથા (૪) ઠાકોર (પારકરા) સોમાજી ભેમાજી ભાવાજી રહે.સિનાડ તા.રાધનપુર જી.પાટણ તથા (૫) ઠાકોર દિલીપજી ભગાજી લાલાજી રહે.અનાવાડા રેલ્વેપુરા તા.જી.પાટણ વાળાઓ પોતાના અંગત ફાયદા સારૂ ગંજી પાના તથા પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રમાડતા રોકડ રકમ રૂ. ૧૧,૩૩૦/તથા ગંજી પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા પાથરણું કી.રૂ.૦૦/૦૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા મળી આવેલ હોય જે અંગે તમામ ઇસમો વિરૂધ્ધ પાટણ તાલુકા પો.સ્ટે.માં ગુન્હો. રજી. કરાવી આગળની તપાસ હાથ ધરેલ છે.

પાટણ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..