Back

ક્ષત્રિય આહીર સમાજની રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકારને રજુઆત

રાજા રાવ તુલારામ શહિદી દિવસ નિમિત્તે,આહીર રેજીમેન્ટ ગઠન માટે આવેદન પત્ર

 

૧૮૫૭ નસીબપુરના યુદ્ધમાં અંગ્રેજો સામે લડ્યા હતા જેમાં ૫૦૦૦ ક્ષત્રિય આહીરોએ શહીદી વહોરી હતી

 છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટના નિર્માણની માંગણીએ વેગ પકડ્યો છે ત્યારે આહીર રેજીમેન્ટ જાગૃતતાના 'જનક' તેમજ યુવા અગ્રણી આહીર ભાવેશભાઈ સોલંકીએ ભારતીય સેનામાં 'આહીર રેજીમેન્ટ'ના નિર્માણ માટે રાષ્ટ્રપતિ  તેમજ નવી ચૂંટાયેલી સરકારના રક્ષામંત્રી રાજનાથસિંહજી તેમજ પ્રધાનમંત્રી મોદીને આવેદન પાઠવી રજુઆત કરી છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે દેશ હિતમાં ૬૦ વર્ષ જૂની ૩૭૦ ની કલમ હટાવવામાં આવી તેવી જ રીતે શહિદ જવાનોના સમ્માન અને ક્ષત્રિય આહીર સમાજના હકની ૧૦૦ વર્ષ જૂની માંગણી સ્વીકારવામાં આવે,ભારતીય સેનામાં જાતિ,ધર્મ અને ક્ષેત્ર આધારે  રેજીમેન્ટો છે તે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવી હતી જે હાલની સ્થિતિમાં પણ યથાવત છે અને સેનામાં અનેક જાતિ,ધર્મ અને ક્ષેત્ર આધારે રેજીમેન્ટો કાર્યરત છે,આમ સેનામાં અનેક રેજીમેન્ટો હોવા છતાં રાષ્ટ્રરક્ષા હેતુ કરોડો બલિદાનો આપવા છતાં તેમજ અંગ્રેજોના સમયમાં પણ જરૂર પડ્યે અંગ્રજોને વફાદાર ન રહી દેશ પ્રત્યે વફાદાર રહેવા છતાં ક્ષત્રિય આહીર સમાજને 'આહીર રેજીમેન્ટ'થી વંચિત કેમ રાખવામાં આવી રહ્યા છે?શું દેશ પ્રત્યે વફાદાર રહેવું ગુનો છે?શું દેશ માટે અંગ્રજો સામે વિદ્રોહ કરી અને દેશપ્રત્યે ઈમાનદાર રહેવાનું ઇનામ આજે પણ ક્ષત્રિય આહીર સમાજ મેળવી રહ્યું છે?

નવી ચૂંટાયેલી સરકારને અભિનંદન પાઠવતા ભાવેશ સોલંકીએ જણાવ્યું હતું કે ખેડૂતો અને સૈનિકો પ્રત્યે સહાનુભૂતિ ધરાવવાનો દાવો કરનાર સરકાર પાસે પોતાની સહાનુભૂતિ બતાવવા માટે શહિદ યદુવીરો સૈનિકોના સમ્માનમાં 'આહીર રેજીમેન્ટ'ના નિર્માણથી વિશેષ પુરાવો શું હોઈ શકે

વધુમાં ક્ષત્રિય આહીર સમાજે ઉમેર્યું હતું કે આહીર સમાજ દેશ પ્રત્યે વફાદાર અને ઈમાનદાર હોવાના કારણે એટલા વર્ષોથી માંગણી સ્વીકારવામાં ન આવતી હોવા છતાં શાંતિપૂર્વક રજુઆત કરી રહ્યો છે ત્યારે સરકારે તેના ધૈર્યની અને રાષ્ટ્રપ્રેમની પરીક્ષા ન લેવી જોઈએ.

 

-આહીર ભાવેશ સોલંકી

9426476868,

9904568282