Back

બેન્ક એકાઉન્ટ માંથી ઓ.ટી.પી. વગર ઉપડી ગયેલ પૈસા પરત અપાવતી મોરબી એલ.સી.બી.

અરજદારના બેન્ક એકાઉન્ટ માંથી ઓ.ટી.પી. વગર ઉપડી ગયેલ પૈસા પરત અપાવતી મોરબી એલ.સી.બી.

મોરબીના અરજદાર કિશનભાઈ જયેશભાઈ ઝાલરીયાના એસ.બી.આઈ.ના બેન્ક એકાઉન્ટમાંથી ઓ.ટી.પી. ના મેસેજ આવ્યા વગર અલગ-અલગ ટ્રાન્જેકશન દ્વારા એકાઉન્ટમાંથી રૂ.૨૫,૦૦૦/- અરજદારની જાણ બહાર ઉપાડી લીધેલ હતા. આ બેન્ક એકાઉન્ટમાંથી અલગ અલગ થયેલ તમામ ટ્રાન્જેકશનની માહિતી એકત્રીત કરતાં બૅન્ક સ્ટેટમેનનો અભ્યાસ કરી. બેન્ક એકાઉન્ટનનું સ્ટેટમેન્ટ મંગાવી બેન્ક એકાઉન્ટ માંથી થયેલ તમામ ટ્રાન્જેકશનનો અભ્યાસ કરી જરૂરી કાર્યવાહી કરી ફોડમાં ગયેલ નાણાં પરત મેળવવા માટે જરૂરી ટેક્નોલોજીનો ઉપયોગ કરી તથા ઘટિત કાર્યવાહી કરી ઓનલાઈન ફોડમાં ગયેલ રકમ રૂ.૨૪,૦૦૦/- અરજદાર કિશનભાઈના એસ.બી.આઈ. બેન્ક ખાતામાં પરત અપાવી એલ.સી.બી.ની ટેકનિકલ સેલના પો.સ.ઇ.એ.ડી.જાડેજા. પો.હેડ.કોન્સ. સંજયકુમાર પટેલ. પો.હેડ કોન્સ. રજનીકાંત કેલા તથા પો.કોન્સ. અશોકસિંહ ચુડાસમા નાઓએ કામગીરી કરેલ છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..