Back

માળિયા: શિવસેવક ગ્રુપ-મોરબી દ્વારા સેવાકેમ્પનું આયોજન: સુરક્ષાને લઈને માળિયા પોલીસ જવાનોએ રેડિયમ લગાવી

મોરબી: માળિયા મિંયાણા ચેક પોસ્ટ પાસે મોરબીનું શિવસેવક ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પત્રયાત્રી માટે 5 દિવસના ભવ્ય સેવાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

દરવર્ષ લાખો શ્રદ્ધાળુઓ શ્રી માતાજીના દર્શન માટે જતા હોય છે. ત્યારે અનેક સંગઠનો અને લોકો દ્વારા 24 કલાક સેવાકેમ્પ યોજી ખડેપગે રહી સેવાકીય પ્રવૃતિઓ આપવામાં આવી રહી છે. જેમાં મોરબીના શિવસેવક ગ્રુપ દ્વારા માતાના મઢ આશાપુરા જતા પત્રયાત્રીઓને જમવાથી લઈને ઠંડા પીણા, આઈસ્ક્રીમ તથા જરૂરી દવાઓ વગેરે ચીજવસ્તુઓની સેવા આપવામાં આવે છે. આ કેમ્પમાં દરરોજ આશરે બપોરના સમયે અને સાંજે 400 થી વધુ લોકો પ્રસાદનો લાભ લે છે. જેમાં નાના બાળકો અને મોટા લોકો સેવા આપી રહ્યા છે. મોરબીની ક્રાંતિકારી સેના દ્વારા પણ શિવસેવક ગ્રુપના સેવાકેમ્પમાં સહયોગ અને સેવા આપવામાં આવી હતી. સાથે માળિયા મિંયાણા પોલીસ જવાનો પણ આશાપુરા માતાજીમાં દર્શને જતા પત્રયાત્રીના સામાન,લાકડીમાં રેડિયમ લગાવી કોઈ અકસ્માત ન સર્જાય તેની સુરક્ષાને લઈને કામગીરી કરાઈ રહી છે.

માળીયા (મિયાણા) શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..