Back

મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રી સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો

રઘુવંશી સમાજ ના કુલ ૧૭૧ વિદ્યાર્થીઓ ને સન્માનિત કરવા મા આવ્યા

         મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા પ્રતિવર્ષ લોહાણા સમાજ ના ધો-૯ થી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ની શૈક્ષણીક સિધ્ધિઓ ને બિરદાવવા શ્રી સરસ્વતિ સન્માન સમારોહ યોજવા મા આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા તા.૨૨-૯ ના રોજ શ્રી સરસ્વતી સન્માન સમારોહ નુ આયોજન કરવા મા આવ્યુ હતુ. જેમા ધો-૯ થી ઉચ્ચ અભ્યાસ કરતા કુલ ૧૭૧ વિદ્યાર્થીઓ ને તેમની ઉચ્ચ શૈક્ષણીક સિધ્ધિ બદલ શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવા મા આવ્યા હતા. તે ઉપરાંત વિવિધ ક્ષેત્રે અનોખી સિધ્ધિ પ્રાપ્ત કરેલ મહાનુભવો ને પણ સન્માનિત કરવા મા આવ્યા હતા. આ તકે શ્રી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશ ભાઈ ઘેલાણી, શ્રીમતિ કૈલાશબેન કનુભાઈ પંડીત તથા યુવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જય પંકજભાઈ સેજપાલ સહીત ના મહાનુભવો   ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થા ના પ્રમુખ શ્રી પંકજભાઈ ચંડીભમર, ઉપપ્રમુખ ડેનિશ ભાઈ કાનાબાર, સેક્રેટરી જયેશ કોટેચા, પ્રો.ચેરમેન હરેશ કાનાબાર, રવિ કોટેચા, યોગેશ માણેક, પરિમલ ઠક્કર, કમલેશ ખંધેડીયા, ભરત રાચ્છ, ધર્મેશ ગંદા, જયેશ ચંદારાણા, દીનેશ જોબનપુત્રા, મનોજ કોટક, સુનિલ ચંદારાણા, પ્રશાંત સેતા,સંદીપ ખગ્રામ, રોનક કારીયા, વિરેન પુજારા, દક્ષેશ માણેક, જયદીપ બારા, પરાગ હાલાણી સહીતનાઓ એ જહેમત ઉઠાવી હતી તેમ લોહાણા સમાજ અગ્રણી નિર્મિત કક્કડે યાદી મા જણાવ્યુ છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..