Back

ડાંગ.સાપુતારા ખાતે કુદરતી કહર વરસાદ સાથે વીજ પડતાં એક પર્યટકનું મોંત

મદન વૈષ્ણવ વાત્સલ્ય ન્યૂઝ ડાંગ
૯૪૨૭૧ ૮૯૧૫૪

સુરત પીપલોદ ખાતેના ઇસ્કોન મંદિરની પાછળ રહેતા ખંડુભાઈ પટેલ તેમના પરિવાર અને તેમના જોખા ગામના સંબંધી પંકજભાઈ સોલંકી જેઓ એમની ગાડી ચલાવવા સાથે આવ્યા હતાં તેઓ સાપુતારા ના ટેબલ પોઇન્ટ ખાતે પંકજભાઈ પર વીજ ઘટના સ્થળે મોંત થયો હતું જયારે બાજુમાં ઉભા સાથી સંબંધિઓનું ચમત્કારીક બચાવ


ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે ગતરોજ સાંજે ૫ વાગ્યા અરસા માં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ પડતાં બે કલાકમાં બે ઇંચ વધુ વરસાદ પડ્યો હતો જ્યારે કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ પડતાં સાપુતારાની સહેલગાહે આવેલા સુરતના પ્રવાસી ઉપર વિજળી પડતા મોત નીપજ્યું હતું જે અંગેની જાણ લોકોને થતાં લોકોમાં અફરાતફરી મચી જ્વા પામી હતી જે આ બનાવ સમયે અન્ય સાથીદારો તેમજ પ્રવાસીઓ નો ચમત્કારીક બચાવ થયો હતો

શનિવાર રવિવારે રાજ્યમાંથી ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે ચોમાસા દરમિયાન કુદરતી સૌંદર્યને નિહાળવા પ્રવાસીઓ ધસારો જોવા મળે છે એની મજા માણવા આવેલા સુરતના પીપલોદ ઇસ્કોન મંદિર પાછળ રહેતા ખંડુભાઈ પટેલ તેમના પરિવાર સાથે સાપુતારાની મુલાકાતે આવ્યા હતા તેઓ રવિવારે સાંજે પાંચ વાગ્યા અરસામાં પરિવાર સાથે ટેબલ પોઈન્ટ ઉપર ડુંગરીની ટોચ પર ગયા હતા તે દરમિયાન વીજળીના કડાકા ધડાકા થતાં સાઈટમાં ઉભા રહી ગયા હતાં ત્યાં આકસ્મીક પંકજભાઈ સોલંકી પર વીજ પડતાં તેમના શરીર પર પહેરેલા કપડાંના ચીતરે ચિતરા ઉડી ઘટના સ્થળે મોંત નીપજયુંહતું.
આ અંગેની જાણ સાપુતારા પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃત્યુ પામનાર પંકજભાઈની લાશને નજીકી શામગાહન સીએચસી ખાતે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..