Back

આદર્શ માતા કસોટી આપવામાં બહેનોનો બહોળો પ્રતિસાદ

મોરબી,કોમનમેન ફાઉન્ડેશન મોરબી દ્વારા આગામી ડિસેમ્બર માસમાં "આદર્શ માતા કસોટી''નું આયોજન કરવામાં આવેલ છે એ મુજબ છેલ્લા ત્રણ માસથી કાર્યકર્તા મારફત સમજ આપવામાં આવી રહી છે,અત્યાર સુધીમાં ડૉ. સતીશ પટેલ દ્વારા જુદી જુદી પંચાવન જેટલી ખાનગી શાળા તેમજ પ્લે હાઉસમાં હજારો બહેનોના સેમિનાર કરેલ છે પરિણામે અત્યાર સુધીમાં 1000 એક હજાર જેટલી બહેનોએ આદર્શ માતા કસોટીના ફોર્મ ભરીને બહોળો પ્રતિસાદ પૂરો પાડેલ છે, તપોવન વિદ્યાલય-મોરબી ખાતે ખુબજ મોટી સંખ્યામાં બહેનોની હાજરીમાં તપોવન વિદ્યાલયના સંચાલક અશોકભાઈ રંગપડીયાએ પોતાની શાળામાં અભ્યાસ કરતા કે.જી થી ધોરણ બે સુધીના બાળકોની માતાઓની મીટીંગ બોલાવેલ હતી જેમાં આદર્શ માતા કસોટી વિશેની વાતો કરી એની યોગ્ય બાળ ઉછેર વિશેની વાતો કરવામાં આવી અને ઉપસ્થિત તમામ બહેનોએ આદર્શ માતા કસોટી આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો અને જે બહેનો આદર્શ માતા કસોટીમાં તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકની માતા પ્રથમ અગિયાર ક્રમમાં આવશે એમને તપોવન વિદ્યાલય તરફથી ટેબ્લેટ ભેટ આપવામાં આવશે અને શાળાના વાર્ષિક કાર્યક્રમમાં એ માતાનું સન્માન કરવામાં આવશે તેમજ તપોવન વિદ્યાલયમાં અભ્યાસ  કરતા બાળકની જે માતાઓ કસોટી આપવા માંગતા હશે એમને તપોવન તરફથી "બાળ ઉછેર બે હાથમાં"પુસ્તક ફ્રી આપવામાં આવશે,એવી સુંદર વ્યવસ્થા શાળા તરફથી કરવામાં આવેલ છે, 31,ઓક્ટોબર રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ હોય હજુ 40 દિવસ જેટલો સમય બાકી હોય હજુ બહેનોની રજીસ્ટ્રેશન સંખ્યા વધશે એવી ધારણા અને બહેનોનો, કાર્યકર્તાઓનો પ્રતિભાવ છે,

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..