Back

મોરબીમાં છેલ્લા 20 વર્ષથી માતાના મઢ જતા પત્રયાત્રી માટે ખડેપગે રહે છે જયશ્રી આશાપુરા મિત્ર મંડળ

મોરબીમાં સમય ઈલેકટ્રોનિક પાસે મોરબી રાજકોટ હાઈવે વિરપર મચ્છુ પાસે છેલ્લા 20 વર્ષથી જયશ્રી આશાપુરા મિત્ર મંડળ-મોરબી તથા જય બાલાજી મિત્ર મંડળ દ્વારા માતાના મઢ આશાપુરા જતા પત્રયાત્રી માટે નિસ્વાર્થ ભાવે સેવાકીય પ્રવૃતિ આપવામાં આવી રહી છે.

જેમાં પાણી,લીંબુશરબત, સવારે નાસ્તો, રાત્રે જમણવાર, નહવા-આરામની વ્યવસ્થા, સાથે ચાલીને જતા પત્રયાત્રીને મસાજ તથા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાથે ચાલીને જતા પત્રયાત્રીને ચંપલ,મોજા પણ આપવામાં આવે છે. રાત્રે આશાપુરા માતાજીની આરતી તથા ધુન,ભજન અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પ 20 વર્ષ પુર્ણ કરી 21માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તા.18-09‌-19 થી શરૂ થયેલ તા.22-09-19 ના રોજ પૂર્ણાહુતિ પામશે. જયશ્રી આશાપુરા મિત્ર મંડળ-મોરબી તથા જય બાલાજી મિત્ર મંડળ-રાજકોટ દ્વારા કેમ્પમાં દર વર્ષ લાખો પત્રયાત્રીને તમામ પ્રકારની સુવિધાઓ આપી સેવાકિય પ્રવૃતિ આપી રહ્યા છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..