Back

જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે ચારથી વધુ માણસો ભેગા થવા પર પ્રતિબંધ

જાહેર સ્થળે વગર પરમીશને ધરણા,રેલી,સરઘસ,દેખાવો જેવા કાર્યક્રમમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય,સુલેહ શાંતિનો ભંગ ન થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે સારૂ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડે ગેરકાયદેસર રીતે માણસો ભેગા થવા પર પ્રતિબંધના આદેશ આપ્યો છે.

ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭(૩) મુજબની સત્તાની રૂએ આપેલ આદેશ જિલ્લાના સમગ્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં  ૩૦ ઓક્ટોબર ૨૦૨૦ સુધી લાગુ પડશે. સક્ષમ અધિકારીની મંજુરી વિના અનઅધિકૃત રીતે ચારથી વધુ માણસો ભેગા થઇ શકશે નહી.  આ આદેશ સરકારી નોકરીમાં ફરજ પરના વ્યક્તિઓ,લગ્નના વરઘોડા તેમજ સ્મશાન યાત્રાને લાગું પડશે નહિ તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડની અખબારી યાદીમાં જણાવાયું છે

 

 

મેહસાણા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..