Back

મોરબીના જીકીયારી અને આંદરણા ગામે આમ આદમી પાર્ટીની જન સંવાદ સભા યોજાઈ

મોરબી : ૬૫ મોરબી માળીયા વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા પ્રજાને સાચી વાત અને વાતાવરણથી માહિતીગાર કરવા માટે મોરબી તાલુકાના જીકિયારી અને આંદરણા ગામે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને બંને પક્ષોને પ્રજા જાણી ગયેલ હોવાથી લોકો મુખ ફેરવવા ઈચ્છે છે

ત્યારે આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીને સહકાર આપી મોરબી જીલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં સ્થાનિક લોકોએ પોતાના ઉમેદવાર મૂકી પાયાથી પરિવર્તન કરવા મન બનાવી લીધેલ છે. પેટા ચૂંટણીમાં આ બંને પક્ષ કોંગ્રેસ અને ભાજપ ને જાકારો આપી વધુમાં વધુ લોકો મતદાનથી દૂર રહે અને બનેતો નોટો નો ઉપયોગ કરશે તેવી વાતોની ચર્ચા કરેલ હતી.

આ મીટીંગમાં પ્રભારી ભરતભાઈ બારોટ, શહેર પ્રમુખ મહેશ રાજ્યગુરૂ, જીલ્લા સહમંત્રી ચંદ્રકાંતભાઈ વિરમગામા, જીલ્લા ઉપપ્રમુખ પી.એમ. ચીખલીયા, ગોકળભાઈ ભરવાડ, ગોપાલભાઈ પનારા, જોગીભાઈ, ધર્મેશભાઈ કૈલા સહિતના આગેવાનોએ મીટીંગમાં હાજર રહીને પ્રજા સાથે સંવાદ કર્યો હતો તેમ આમ આદમી પાર્ટી મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..