Back

નર્મદા જીલ્લા ના દેડિયાપાડા ના સ્ટેટ હાઇવે ઉપર થી ગેરકાયદેસર પશુઓ ભરી પસાર થતી 3 ટ્રકો ઝડપાઇ

નર્મદા જીલ્લા ના દેડિયાપાડા ના સ્ટેટ હાઇવે ઉપર થી ગેરકાયદેસર પશુઓ ભરી પસાર થતી 3 ટ્રકો ઝડપાઇ



પરેશ બારીયા , ડેડીયાપાડા


ટ્રક મા ઠાસોઠાસ ભરેલ 24 ભેંસો 16 પાડીયા મળી 40 પશુઓ કિંમત રુપિયા 5.12 લાખ ટ્રકો કિંમત રુપિયા 15 લાખ મળી 20.12 લાખ નો મુદ્દામાલ જપ્ત 



ત્રણેય ટ્રક ચાલકો ની પોલીસે કરેલી અટકાયત




     નર્મદા જીલ્લા ના બોર્ડર ઉપર આવેલ સાગબારા તાલુકા તરફથી મહારાષ્ટ્ર તરફ ગેરકાયદેસર રીતે પશુઓ ની હેરાફેરી કરી પશુઓ કતલખાના મા મોકલવાનો વેપલો મોટા પ્રમાણ માં ચાલી રહ્યો છે ત્યારે નર્મદા જીલ્લા ના દેડિયાપાડા પોલીસે આજરોજ વહેલી સવારે ત્રણ ટ્રકો ઝડપી પાડી રુપિયા 20.12 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો .


      પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે પાંચેક વાગ્યાના સુમારે દેડિયાપાડા ખાતે ના સ્ટેટ હાઇવે ઉપર થી જી ઇ બી ઓફિસ અને જાનકી આશ્રમ પાસે થી ગેરકાયદેસર પશુઓ ભરી પસાર થતી ટ્રક નંબર 1) GJ  07 Y 9444 અને 2) GJ 07 YY 3560 તેમજ 3) GJ 16 X 9291 ના ચાલકો અનુક્રમે શબ્બીર મુસાભાઇ વાડીવાલા રહે. હીંગલોટ , જી. ભરૂચ , દાદુભાઇ બચુભાઈ મલેક રહે. રતનપુર તા ઝધડીયા જી. ભરૂચ અને ઇરફાન ઇબ્રાહીમ નાગોરી રહે. છીપવાડ મુ. ભરુચ નાઓ પોતાની કબજા ની ટ્રકો મા ગેરકાયદેસર રીતે ભેંસો અને નાના પાડીયા ભરી પસાર થતા હતા . ટ્રક મા ભરેલાં પશુઓને ક્રૂરતા પૂર્વક દોરડા થી બાંધી ધાંસચારા કે પાણી ની કોઈ જ વયવસથા ન રાખી તેમજ હવાઉજાસ ની પણ વયવસથા ન રાખી આર. ટી. ઓ. ની પરવાનગી વગર પશુઓ ની હેરાફેરી કરતા પોલીસે ઝડપી પાડયા હતા.


   દેડિયાપાડા પોલીસે ઝડપેલ ત્રણ ટ્રક માથી 24 ભેંસો અને 16 નાના પાડીયા મળી આવ્યા હતા જેની અંદાજીત કિંમત રુપિયા 5.12 લાખ તેમજ ત્રણ ટ્રક કિંમત રુપિયા 15 લાખ મળી કુલ 20.12 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને ત્રણેય ટ્રક ચાલક સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે .

ડેડીયાપાડા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..