Back

નર્મદા જીલ્લા ની દેડિયાપાડા પોલીસે વિદેશી દારૂ ની હેરાફેરી કરતા બે ઇસમો ને ઝડપી પાડયા

નર્મદા જીલ્લા ની દેડિયાપાડા પોલીસે વિદેશી દારૂ ની હેરાફેરી કરતા બે ઇસમો ને ઝડપી પાડયા 


પરેશ બારીયા , ડેડીયાપાડા


દેડિયાપાડા પોલીસે મોટરસાઈકલ સહિત કુલ રુપિયા 40540 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ઝડપાયેલા બન્ને આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


   નર્મદા જીલ્લા મા ગેરકાયદેસર વિદેશી દારૂ નો વેપલો કરતા તત્વો ની સંખ્યા મા દિન પ્રતિદિન વધારો થતાં નર્મદા પોલીસ પણ મુસતેદ અને સાબદી બની છે. જીલ્લા પોલીસ વડા હિમકરસિહ  ની સુચના અને ડી વાય એસ પી રાજેશ પરમાર ના માર્ગદર્શન હેઠળ જીલ્લા ના બોર્ડર ના મહારાષ્ટ્ર તરફ ના વિસ્તારમાં સધન ચેકીંગ અને વોચ રાખવામાં આવી રહી છે .ગતરોજ મોડી રાત્રે દેડિયાપાડા તાલુકા ના નાની સીંગલોટી ગામ ના નાકા પાસે થી પસાર થતા બે મોટરસાઈકલ ચાલકો ને વિદેશી દારૂ ના જથ્થા સાથે દેડિયાપાડા પોલીસે ઝડપી પાડયા હતા.


    પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર દેડિયાપાડા પોલીસ ને બાતમી મળેલ તે આધારે ગતરોજ રાત્રે નાની સીંગલોટી તરફ પોલીસે પોતાની વોચ ગોઠવી હતી એ દરમ્યાન મોટરસાઈકલ GJ 22 B 8454 ઉપર સવાર થઇ મિણીયા થેલા મા વિદેશી દારૂ ના કવાટરિયા લઇને આવતા  આરોપીઓ 1) સતીશ ભયજીભાઇ વસાવા રહે. ખ્રિસ્તી ફળીયા મુ. તરોપા જી.નર્મદા અને 2) મુન્ના દિનેશભાઇ વસાવા રહે. મહુડીફળીયા , નિશાળફળીયુ તા.  નાંદોદ નાઓને ઉભા રાખી તેમની પુછપરછ કરતા અને થેલા ની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ ના કવાટરિયા નંગ 124 કિંમત રુપિયા 10540 નો જથ્થો મળી આવ્યો હતો.


     દેડિયાપાડા પોલીસે મોટરસાઈકલ સહિત કુલ રુપિયા 40540 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ઝડપાયેલા બન્ને આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ડેડીયાપાડા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..