Back

જેતપુરના થાણાગાલોલ ગામ ના ખેડૂતે વિદેશમાં પોતાની ખેત ઉત્પાદન વેચી ને મોટા નફાની કમાણી કરી છે

જેતપુર ના થાણાગાલોલ ગામ ના ખેડૂતે વિદેશ માં પોતાની ખેત ઉત્પાદન વેચી ને મોટા નફા ની કમાણી કરી છે 

ખેડૂત જયારે પરંપરાગત ખેતી છોડી ને થોડી અલગ રીતે ખેતી  કરવા લાગે તો તે તેની આવક વધારવા સાથે લોકો માટે ઉદારણ પણ પૂરું પાડી શકે છે અને લોકો માટે પ્રેરણા રૂપ બની શકે છે, આવું એક ઉધારણ જેતપુર ના થાણાગાલોલ ગામ ના ખેડૂતે પૂરું પડ્યું છે જેને પરંપરાગત ખેતી થી થોડી બદલાવ સાથે કામ કરી ને દેશ અને વિદેશ માં પોતાની ખેત ઉત્પાદન વેચી ને મોટા નફા ની કમાણી કરી છે 

જેતપુર ના થાણાગાલોલ ગામ ના ખેડૂત અશ્વિનભાઈ માથુકીયા એ કંઈક અલગ માટી ના ખેડૂત છે તેવો ખેતી તો કરે છે અને ખેત ઉત્પાદન પણ કરે છે પરંતુ તે બીજા ખેડૂત કરતા કંઈક અલગ માટી ના છે, કારણ કે તે અન્ય ખેડૂત કરતા અલગ પ્રકાર ની ખેતી કરી રહ્યા છે,  અશ્વિન ભાઈ મૂળભૂત રીતે બાગાયત ખેતી કરે  છે જેમાં કેળા, હળદર, સરગવો, શેરડી જેવા બાગાયત ખેતી કરે છે જે સંપૂર્ણ રીતે પ્રાકૃતિક રીતે વાવેતર કરે છે, કુલ 30 વીઘા જેટલી જમીન માં આ તમામ પાકો નું વાવેતર કરે છે, આ પાકો નું ઉત્પાદન કરવા માટે કોઈ પણ જાત ના રાસાયણિક દવા નો ઉપયોગ કરતા નથી , અને સંપૂર્ણ રીતે ઓર્ગેનિક ખાતર નો ઉપયોગ કરે છે જેમાં તેવો ગૌ મૂત્ર છાણ અને અન્ય વનસ્પતિ ઓ નું ઓર્ગેનિક ખાતર બનાવી ને તેનો ઉપયોગ કરી ને તેવો આ તમામ પાક ઉગાડે છે, 


અશ્વિનભાઈ માત્ર ઓર્ગેનિક ખેતી જ નથી કરતા પરંતુ , તેવો જે ઓર્ગેનિક ખેત પેદાશ ઉત્પતન્ન કરે છે તેમાં થૈ મૂલ્યવર્ધિત ઉત્પાદનો પણ બનાવે છે, જેના માટે તેવો એ તેના ખેતર ઉપર જ તમામ પ્રકાર ની સુવિધા ઉભી કરી છે, તેવો એ જે ખેત ઉત્પાદનો મેળવ્યા હોય છે જેવા કે કેળા, હળદર, સરગવો, વગેરે ને અહીં જ તેના ખેતર ઉપર પ્રોસેસ્સ કરે છે અને તેમાં થી અલગ અલગ પ્રકાર ની વસ્તુ ઓ બનાવી ને માર્કેટ માં વેચે છે, તેવો અહીં સરગવા નું પાઉડર, કેળા અને કેળા ની છાલ નો પાઉડર, હળદર નો પાઉડર, અને તેની આયુર્વેદિક દવા ની ટીકડી ઓ પણ બનાવી ને બજાર માં વેચે છે, અશ્વિનભાઈ એ બનાવેલ આયુવેદિક દવા અને ઓર્ગેનિક ઉત્પાદનો ની ભારત અને વિદેશ માં ખુબજ માંગ છે અને તેનું એક પણ ઉત્પાદન પડતર રહેતું નથી, તેવો આ ઉત્પાદનો વેચી ને 10 ગણું મૂલ્ય વર્ધિત આવક મેળવી ચુક્યા છે 


અશ્વિનભાઈ જે પ્રાકૃતિક ખેતી કરે છે, તે જોવા ને તેની ખેતી કરવા ની પદ્ધતિ ને શીખવા માટે અનેક લોકો અહીં તેના ખેતર ની મુલાકાત લે છે, મુલાકાત લીધા પછી અને તેની ખેતી ની પદ્ધતિ જાણ્યા પછી લોકો ખુબજ પ્રભાવિત થાય છે, અને આ રીત ની ખેતી કરવા માટે પ્રેરાય છે 


જેતપુર ના થાણાગાલોલ ગામ ના આ ખેડૂત તે તમામ ખેડૂતો ને એક ઉદારણ પૂરું પાડ્યું છે કે  જો ખેડૂત પોતાની પરંપરાગત ખેતી છોડી અને કંઈક અલગ કરવા ની ઈચ્છા રાખે તો ચોક્કસ તેવો તેની આવક વધારવા સાથે સમાજ અને લોકો ને કંઈક અલગ આપી શકે તેમ છે , સરકાર પણ આવી ખેતી અને ખેડૂતો ને પ્રોત્સાહન પૂરું પાડે તે જરુરી છે


 રીપોર્ટ  ફારૂક મોદન જેતપુર

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..