Back

શાળામાં કેફીપીણા તથા માંસાહારની મીજબાનીનુ મજા માનતા શિક્ષકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ

રિપોટ જાવેદ પઠાણ

સંખેડા તાલુકાના ગુંડેર પ્રા.શાળા માં કેફીપીણા તથા માંસાહારની મીજબાનીનુ આયોજન કરી માંસા હારની મોજબાની મજા માનતા  શિક્ષકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ  


સંખેડા તાલુકાના ગુંડેર પ્રા.શાળા માં કેફીપીણા તથા માંસાહારની મીજબાનીનુ આયોજન કરી માંસા હારની મોજબાની મજા માનતા ત્રણે શિક્ષકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે સંખેડા તાલુકા શિક્ષણ અધિકારીએ સંખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે સંખેડા તાલુકાના ગુંડેર ગામે આવેલ ગુંડેર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે અજીતભાઇ ચંદુભાઇ પટેલ(રહે એફએફ-૨૦ શ્રીજી પાર્ક ફ્લેટસર્વાનંદ હોલની સામે વારસીયા રીંગરોડ વડોદરા) તથા ઉપશિક્ષક તરીકે વિનેશકુમાર બચુભાઇ માછી તથા જીગ્નેશકુમાર દાજી ભાઇ પટેલ નાઓ ફરજ બજાવે છે. ગઇ તા ૧૫/૧૦/૨૦૨૦ ના રોજ સંખેડા તાલુકાની ગુંડેર પ્રાથમિક શાળા ના શિક્ષકો રાત્રીના શાળામાં કેફી પીણાનુ સેવન કરી માંસા હારની મીજબાની ની મહેફીલ કરતા હોવાનો વિડીયો વાઇરલ થયેલ હોઇ જે વિડીયો વાઇરલનો બનાવ બનતા અને તા ૧૬/૧૦/૨૦ ના રોજ વહેલી સવારે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા સંખેડા તાલુકા શિક્ષણ અધિકારી,નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત શિક્ષણ તંત્ર ગુંડેર પ્રાથમિક શાળા ખાતે પહોંચી હતા તે વખતે શાળા ના મુખ્ય શિક્ષક ખંડ ખુલ્લો હોઇ જ્યા શાળા ના મુખ્ય શિક્ષક અજીતભાઇ ચંદુભાઇ પટેલ તથા ઉપ શિક્ષક તરીકે વિનેશકુમાર બચુભાઇ માછી(રહે ૩૪૦ હરી ઓમનગર અંબા માતાના મંદીર નજીક વલ્લભ વિદ્યાનગ૨ તા. જી આણંદ) બને શિક્ષકો હાજર હતા અને શિક્ષણ વિભાગના અધિકારી કર્મચારીઓ શાળાએ પહોચતા ગામ આગેવાનો શાળા એ આવી ગયેલ હતા અને શિક્ષણ વિભાગના અધિકારી કર્મચારી ઓ તથા ગામ આગેવાનો તમામની હાજરી મા શાળામાં હાજર મળી આવેલ બન્ને શિક્ષકો જે ખંડમાં રોકાયેલ હતા તે ખંડ તથા શાળા બિલ્ડીંગની આસપાસની ખુલ્લી જગ્યાની ચકાસણી કરતા મુખ્ય શિક્ષક ખંડમાથી પ્લાસ્ટીકની દારૂની ખાલી બોટલ-૪,પ્લાસ્ટીકના ગ્લાસ-૨, રોયલ બાર હિસ્કી છે ગ્લીશની પ્લાસ્ટીકની બોટલ જેમાં અંદાજીત ૧૫૦ મીલી જેટલો દારૂ છે, મળી આવેલ હોવાથી ચીજવસ્તુઓ બાબતે શાળા માં હાજર બન્ને શિક્ષકોને પુછતા રાત્રી રોકાણ દરમ્યાન રહેવા જમવા માટેની વ્યવસ્થા ના ઉપયોગ માટેનો સરસામાન હોવાનું જણાવેલ તેમજ વિડીયોમા જણાતા ત્રીજી વ્યક્તિ બાબતે પુછતા અને ખાત્રી કરતા વિજયભાઇ શંકરભાઇ પટેલ વડોદરા જીલ્લાની અજીતપુરા પ્રાથમિક શાળાના શિક્ષક હોવાનુ જણાવેલ અને પ્લાસ્ટીકની બોટલમાં ભરેલ ઇંગ્લીશ દારૂના પ્રવાહી બાબતે કોઇ ઉત્તર આપેલ નહી અને પ્રાથમિક શાળા માં રાત્રી રોકાણ કરી કેફી દ્રવ્ય દારૂનું સેવન કરી માંસા હારની મહેફીલ કરેલ હોવાનુ જણાઇ આવેલ હોઇ ખંડમાથી મળી આવેલ તમામ ચીજવસ્તુઓ પંચક્યાસ કરી કબજે કરી લીધેલ તેમજ સ્થળ તપાસ અંગે રોજકામ તથા બને શિક્ષકોના જવાબ લેવામાં આવેલ જે અંગે અમારી વડી કચેરીને અહેવાલ પાઠવવામાં આવેલ એ રીતે અમારી વિભાગીય કાર્યવાહી દરમ્યાન બને શિક્ષકો જતા રહેલ હોઇ આ બનાવમાં શિક્ષકોએ ગુનાહીત કૃત્ય કરેલ હોઇ અને શિક્ષકને ન છાજે તેવુ તથા શિક્ષણની ગરીમાને નુકશાન કરે તેવું કૃત્ય કરેલ હોઇ જે બાબતે પોલીસ ફરીયાદ કરવામાં આવી છે


ત્રણ શિક્ષકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.(૧)વિજયભાઈ શંકર ભાઈ પટેલ ગામ.વડોદરા તા:વડોદરા:જી:વડોદરા ગ્રામ્ય જીતપૂરા.પ્રા.શાળા.જી.વડોદરા (૨)વિનેશકુમાર બચુભાઈ માછી ગામ:વલ્લભ વિદ્યાનગર તા:આણંદ જી: આણંદ ૩૪૦ હરી ઓમ નગર અંબામાતાના મંદિર નજીક વલ્લભ વિદ્યાનગર.તા.જી. આણંદ (૩)અજીતભાઈ ચંદુભાઈ પટેલ ગામ વડોદરા તા:વડોદરા જી:વડોદરા ગ્રામ્ય આ ત્રણ શિક્ષકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.