Back

ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ: ખેતરોમાં તૈયાર પાક પલળી જતાં ખેડૂતો ચિંતાતુર

ડાંગ - મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી બપોરબાદ કમોસમી વરસાદ પડતા કહી ખુશી કહી ગમ નો માહોલ સર્જાયો હતો જ્યારે ખેતરોમાં તૈયાર પાક પલળી જતાં જગત નો તાત ચિંતિત

ડાંગ જિલ્લામાં ગતરોજ સાંજ વરસાદ પડ્યા બાદ આજે બપોરે બાદ પણ અચાનક વાતાવરણ માં પલટો આવતા આકાશ માં કાળા ડિબાંગ વાદળો ધસી આવતા વિજળી નાં તડાકા ભડાકા અને વાવાઝોડું સાથે વરસાદ મુશળધાર વરસાદ તૂટી પડતા સમગ્ર પંથકમાં પાણી પાણી થઈ જવા પામ્યુ હતુ

સમગ્ર વન પ્રદેશ ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વાતાવરણમાં આવેલા એકાએક બદલાવ બાદ ભારે ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદથી સર્વત્ર પાણી પાણી થઈ જવા સાથે ચોમાસુ ખેતીમાં તૈયાર થયેલ પાક પલળી જતા આદિવાસી ખેડૂતોને વ્યાપક નુકસાન થવાની શક્યતા થી ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાવા પામ્યા હતા.

આકસ્મીક કમોસમી વરસાદ પડતાં જિલ્લાના લોકોમાં કહી ખુશી કહી ગમ નો માહોલ જોવા મળી રહ્યો છે વરસાદી ખેતી પર નિર્ભર ગરીબ આદિવાસી ખેડૂતો નું કપાયલુ અને ઉભો પાક પલળી જવા થી મોટું નુકશાન થવા પામ્યુ હતુ જયારે ગરમી થી ત્રસ્ત આમ જનતા રાહત અનુભવી હતી  સાપુતારા ની ગિરિકન્દ્રાઓમાં વરસાદી હેલી વચ્ચે ધૂમમ્સ છવાય જતા આહલાદક માહોલ સર્જાતા સહેલાણીઓમાં આનંદ છવાય જવા પામ્યો હતો. 

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..