Back

ડાંગ જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ કરવા ચૂંટણી અધિકારીને અરજી

ડાંગ - મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારીએ ફોર્મ ચકાસણી બાદ કોંગ્રેસના પક્ષના ઉમેદવારનું ફોર્મ માન્ય રાખ્યું, ભાજપના ઉમેદવારે ફોર્મ રદ કરવા લેખિત અરજી કરી હતી.

ડાંગ જિલ્લામાં ભાજપ પક્ષના ઉમેદવાર વિજયભાઈ પટેલ દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સુર્યકાન્ત ગાવીતની દાવેદારી અરજી પરત કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિતમાં અરજી કરી હતી. દાવેદારના એફિડેવિટમાં ભૂલો હોવાનું જણાવી કરી હતી અરજી. જે થોડા સમય બાદ જિલ્લા ચૂંટણી અધિકારી એ કોંગ્રેસ પક્ષના ઉમેદવારે ભરેલ ફોર્મની ચકાસણી બાદ માન્ય રાખવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં આજરોજ ભાજપના ઉમેદવાર વિજયભાઈ પટેલ દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સૂર્યકાન્ત ગાવીતનું ફોર્મ રદ કરવા અંગે જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરતાં રાજકારણમાં ગરમાટો આવી જવા પામ્યો હતો. ડાંગ જિલ્લા ભાજપનાં ચૂંટણી ઇન્ચાર્જ પૂર્ણશેભાઈ મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારની એફિડેવિટમાં 53 થી વધુ ભૂલો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ચૂંટણી અધિકારી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ ન કરે તો તેઓ ન્યાયપાલિકામાં જશે. બાદમાં કોંગ્રેસ પક્ષનાં ચૂંટણી પ્રભારી અજય ગામીતે જણાવ્યું હતું કે કોંગ્રેસ ના ઉમેદવાર તરફથી ફોર્મ ભરવામાં કોઈ ભૂલ કરેલ નથી. ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કોંગ્રેસ પક્ષનાં ઉમેદવારનું ફોર્મ ચકાસણી કર્યા બાદ તેને માન્ય ગણવામાં આવ્યું હતું.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..