Back

નખત્રાણા તાલુકાના રતાડીયા ગામેથી આધાર પુરાવા વિનાનો ૯૦૦ બોરી કોલસો જપ્ત કરતી પશ્ચિમ કચ્છ એલ.સી.બી

બિમલ માંકડ 7874635095

વાત્સલ્ય ન્યુઝ બ્યુરો ચીફ કચ્છ

રિપોર્ટર ગૌતમ બુચિયા દ્વારા


નખત્રાણા તાલુકાના રતાડીયા ગામેથી આધાર પુરાવા વિનાનો ૯૦૦ બોરી કોલસો જપ્ત કરતી પશ્ચિમ કચ્છ એલ.સી.બી


નખત્રાણા તાલુકાના રતાડીયા ગામ તરફ એલ.સી.બી પશ્ચિમ કચ્છ ભુજનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળેલ કે નખત્રાણા તાલુકાના રતડીયા ગામે રહેતા સોહેબ મામદ ચાકી પોતાના ભોગવટાના વાળામાં ગેરકાયદેસર રીતે બાવળોના લાક્ડામાથી કોલસા બનાવી બોરીઓમાંભરી રાખેલ છે તેવી ચોક્ક્સ બાતમી આધારે પશ્ચિમ કચ્છ ભુજ એલ.સી.બી પોલીસ સ્ટાફના કર્મચારીઓએ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા ૯૦૦ કોલસાની બોરીઓ જેની કિંમત રૂ.૨ લાખ ૭૦ હજારનો આધાર પુરાવા વિનાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપી વિરુદ્ધ સી.આર.પીસી ની કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી આ શંકાસ્પદ મુદ્દામાલ ફોરેસ્ટ ખાતાના અધિકારીઓને કાયદેસરની કાર્યવાહી કરવા સુપ્રત કરાયો હતો તેમજ આ અંગેની વધુ તપાસ કરવા નખત્રાણા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..