Back

જેતપુર નવાગઢ ધાર વીસ્તારમા ચાલતા કુટણ ખાના બંધ કરાવા લોક માગ

ફારૂક મોદન જેતપુર

જેતપુર એટલે ટેકસ્ટાઈલમા

વિશ્વ લેવલે નામના મેળવેલ છે ત્યારે એ જ શહેરમાં દેહવ્યાપારનો પણ ખુલ્લેઆમ ધંધો ધમધમી રહ્યો છે. જેતપુરમાં આવેલ બળદેવ ધાર વિસ્તારમાં અમુક વ્યકિત દેહવ્યાપારનો ખુલ્લો ધંધો વર્ષોથી ધમધમી રહ્યો છે જે દલાલ છે તે એમના વોટ્સએપથી કસ્ટમરને લલનાઓના ફોટા અને ભાવ અને જગ્યા બધું સેટિંગ કરી આપે છN. આ ધંધાથી ત્યાંના સ્થાનિક લોકો પણ પરેશાન છે. રોજ બરોજ એરિયામાં નવા નવા માણસો દારૂ પીને ત્યાં અવરો-જવર કરતાં હોય છે ત્યારે ત્યાંના સ્થાનિક લોકો પોતાની બહેન-દીકરીને પણ બહાર કાઢતા ડર અનુભવી રહ્યા છે અને એ એરિયા સારા વર્ગના ફેમિલીને પોતાના છોકરા તેમજ છોકરી નાપ્રસંગ બાબતે પણ આ એરિયાનું નામ પડતા સામેવાળા વ્યક્તિ દ્વારા ના પાડવામાં આવે છે. તો આ નિર્દોષ લોકોનો શું વાંક કે એમને એમની પારિવારિક જિંદગીમાં પણ પરેશાની ભોગવવી પડી રહી છે. આ કારોબાર કેટલા વર્ષોથી ચાલે છે ત્યારે જોવાનું એ રહ્યું કે આટલા સમયથી ચાલતા આ ધંધાની ત્યાંની સ્થાનિક પોલીસને કેમ કોઈ જાણ નથી થઈ એ પણ એક શંકાનો વિષય છે કે પછી પોલીસ પણ આંખ આડા કાન કરે છે.

થોડા સમય પહેલાં એક જાગૃત નાગરિકે પોલીસને આની બાતમી આપી હતી પણ પોલીસે એ કોઈ તપાસ કરી નહીં અને જો જાગૃત નાગરિક ને દલાલ દ્વારા એવી ધાકધમકી આપવામાં આવી કે તારામાં ત્રેવડ હોય તો મારો ધંધો બંધ કરાવી દેજે હું કોઈના બાપથી ડરતો નથી.

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..