Back

જામનગરમાં બેસતા વર્ષે થયેલ ઘરફોડ ચોરીના ગુનામા ઝડપાતી ત્રણ મહિલાઓ

જામનગરમાં બેસતા વર્ષે  થયેલ ઘરફોડ ચોરીના ગુનામા ઝડપાતી ત્રણ મહિલાઓ-LCB નું ડીટેક્શન



જામનગર


રિપોર્ટર: નયના દવે


જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી દીપન ભદ્રન નાઓની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી કે.જી ચૌધરીની માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી તંથા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો જામનગર શહેરમાં વિસ્તારમાં ચોરી વીગેરે અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા માટે તપાસમાં હતા.


દરમ્યાન જામનગર એલ.સી.બી.ના પોલીસ સ્ટાફના એ.એસ.આઇ. સંજયસિંહ ગોગાવતસિંહ વાળા તથા પોલીસ કોન્સ, અજયસિંહ ઝાલાને મળેલ હકિકત આધારે ચોકીદાર કરણ બીરબહાદુર રહે. જામનગર સત્યમ કોલોની અન્ડરબ્રીજ પાસે મનઘારા રેસીડેન્સીમાં ચોકીદાર રૂમમાં ફરીયાદીના રહેણાંક મકાનમાથી દીવાળીના બેસતાવર્ષના દીવસે તા. ૧૫/૧૧/૨૦૨૦ ના સવારના કરેલ


રોકડા રૂપીયાની કરેલ ઘરફોડ ચોરીનો ટુંકા સમયમાં ભેદ ઉકેલીને ઘરફોડ ચોરીના  રોકડા નાણા રૂ. ૨૪,૧૦૦/- ની રકમ સાથે ત્રણ આરોપી બહેનો (1) જમનાબેન વા/ઓ વલ્લભભાઇ મનજીભાઇ માથરોટીયા (દેવીપુજક) ઉ.વ. ૪૨ રહે. મુળ ધ્રોલ લતીપુર રોડ વાઘરીવાસ (૨) ઘનીબેન વા/ઓ જીવણભાઇ અમરશીભાઇ વાઘેલા (દેવીપુજક ઉ.વ. ૨૫ રહે. સદર (3) લખીબેન વા/ઓ મુકેશભાઇ ગુલાબભાઇ ચખાણીયા (દેવીપુજક) ઉ.વ. ૩૫ રહે. સદરવાળીઓને આજરોજ તા.


૨૧/૧૧/૨૦ ના રોજ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.


અત્રે ઉલ્લેખનીય છે કે આ આરોપી બહેનો માંગણના વેશમાં શેરી કે વિસ્તારોમાં ફરી કોઇ મકાન કે ફલેટમાં તક મળે તો ઘુસી જઇ ચોરી કરે છે. અને આરોપી જમનાબેનનો પતિ વલ્લભ મનજી દેવીપુજક જાણીતો ઘરફોડીયો છે. અને હાલે જેલમાં સજા હેઠળ છે.


આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી કે.જી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો દ્રારા કરવામાં આવેલ છે.

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..