Back

ડાંગ: ત્રણેય તાલુકામાં આત્મા પ્રોજેકટ દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવી

ડાંગ: મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં આહવા વધઇ અને સુબીર તાલુકાના ખેડુતોને આત્મા પ્રોજેકટ દ્વારા તાલીમ આપવામાં આવી હતી

આત્મા યોજના ડાંગ દ્વારા ડાંગ જિલ્લાના ખેડૂત ભાઇઓ ને નવીન ખેતી પધ્ધતિ કરવા માટે ડાંગ જિલ્લાના ત્રણે તાલુકામાં તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ તા. 20/11/2020 ના રોજ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ડાંગ જિલ્લાના ખેડુતો પોતાના ખેતરોમાં નવીન ખેતી અપનાવી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા થાય એ અંગે જાણકારી આપવામાં આવી જેમાં કુલ 54 ખેડુતોને પ્રાકૃતિક ખેતી, બાગાયતી પાકોની વૈજ્ઞાનિક પદ્ધતિ વિષયો પર વિવિધ નિષ્ણાતોએ માર્ગદર્શન આપી ખેડુતોને તાલીમ આપવામાં આવી હતી .

આ તાલીમમાં વિષય નિષ્ણાંત આનંદ બાગુલ, બાગાયત અધીકારી અને પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા આહવા ડાંગ દ્વારા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરી શકાય અને આ ઉપરાંત વૈજ્ઞાનિક અભિગમથી આયોજન બદ્ધ ખેતી પધ્ધતિ વિષે જાણકારી ખેડુતોને આપી હતી.
આ તાલીમના અંતે ખેડુતોને પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા આહવા ડાંગ દ્વારા જણાવવામાં આવ્યું કે ખેતીવાડી અને બાગાયત વિભાગમાં વિવિધ સહાય યોજના ચાલી રહી છે. તેનો મહત્તમ લાભ લે. આ તાલીમમાં દવાઓ અને વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિથી ખેતી ખર્ચ કેવી રીતે ધટાડી શકાય તે અંગે ડાંગ જિલ્લાના ખેડુતોને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..