Back

બાયડ તાલુકાના સાઠંબા ગામે દેવીપુજક યુવક પર હુમલો



                       * બાયડ તાલુકાના સાઠંબામાં કસાઈનો દેવીપૂજક પરિવાર પર ઘાતક હુમલો....

               * સાઠંબા નવીનગરીમાં હાડકાં તેમજ પીંછાં જાહેરમાં કેમ નાખો છો તેમ કહેતાં કસાઈનો દેવીપૂજક પરિવાર પર ઘાતક હુમલો...                    

                             * અરવલ્લી જીલ્લાના સાઠંબા ગામે આવેલ નવીનગરી વિસ્તારમાં એક કસાઈ અને દેવિપુજક પરિવાર વચ્ચે હાડકાં તથા પીંછાં જાહેરમાં નાખવા બાબતે બોલાચાલી થતાં કસાઈ દ્વારા દેવિપુજક પરીવાર પર ઘાતક હુમલા સાથે મારામારી કર્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે...           

                     * સાઠંબા નગરમાં નવીનગરીના આ જ વિસ્તારમાં થોડાક મહિનાઓ પહેલા ગાયની હત્યા કરી તેનું માંસના વેપારની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ ચોપડે ગુન્હો દાખલ થયેલ છે.ત્યારે ફરી પાછી આજ વિસ્તારમાં ગેરકાયદે કતલખાનાઓ સાથે સંકળાયેલી મારામારીની ઘટના સામે આવી છે...         

                                  * નવીનગરી સાઠંબાના રહીશ કિશન નારણભાઈ વાઘેલા (દેવીપૂજક) સાઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ,નવી
નગરી વિસ્તારમાં કસાઈ મહેબુબમિયાં શેખ નામનો શખ્સ મરઘી મટનનો વેપાર કરતો હોય મરઘીના પીંછાં,હાડકાં વિગેરે કચરો જાહેરમાં ફરિયાદીના ઘરની આસપાસ નાખતો હોય ફરિયાદીના પરિવારે તે બાબતે કસાઈને ઠપકો કરતાં કસાઈના પરિવાર દ્વારા ફરિયાદીના પરિવાર
ની મહિલાઓ સહિત તમામ સભ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો.તેમજ લાકડાના દંડા તેમજ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી...                     

                                                * સાઠંબા પોલીસે ફરિયાદીની ફરિયાદ આધારે આરોપીઓ મહેબુબમિયાં શેખ,ફેજલમિયાં શેખ, ડોસુમિયાં શેખ,સઈદાબેન શેખ સામે ગુન્હા રજી. નં. ૧૧૧૮૮૦૧૧૨૦૦૩૨૧/૨૦૨૦. ઈ.પી.કો.કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.
એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ સાઠંબા પોલીસ સ્ટેશનના અ.હે.કો.મુકેશસિહ ભીખુસિહ ચલાવી રહ્યા છે..

કિરીટ પટેલ વાત્સલ્ય ન્યૂઝ બાયડ.

               

બાયડ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..