Back

કાલોલમાં આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ દિવસમાં 71 વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા તમામ ટેસ્ટ નેગેટિવ

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા


દિવાળી બાદ કોરોના ના કેસો વધતા કાલોલનું વહીવટીતંત્ર પણ સાવધ થઈ ગયુ છે સુપર સપ્રેડર ગણાતા ફેરિયાઓ લારી વાળાઓ અને નગર પાલિકાનો સ્ટાફ એમ મળી કાલોલ નગરપાલિકા ખાતે ગુરૂવારના રોજ 10 શુક્રવારના રોજ 11 અને શનિવારના રોજ 50 એમ કુલ મળીને ઈકોતેર વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે તમામ ટેસ્ટ નેગેટિવ આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ હવે પછી દુકાનદારો અને વેપારીઓના પણ ટેસ્ટ કરાવવામાં આવશે આમ કોરોનાના વધતો જતો વ્યાપને અટકાવવા માટે કાલોલનું આરોગ્ય વિભાગ અને નગરપાલિકા સંયુક્ત રીતે એક્શનમાં આવ્યા છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..