Back

કાલોલ પોલીસની કડક કાર્યવાહી: જાહેરનામાનો ભંગ કરી ટોળા એકઠા કરનાર ત્રણ દુકાનદારોની અટકાયત..

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા


દિવાળી બાદ કોરોના ના કેસો માં વધારો થતા વહીવટી તંત્ર દ્વારા અસરકારક પગલા ભરવાની શરૂઆત કરવામાં આવી છે કાલોલના પીએસઆઇ એલ.એ પરમાર વિશ્વભરમાં કોરોના સંક્રમણને કારણે સરકારે બહાર પાડેલ જાહેરનામાનો અમલ કરાવવા માટે પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે કાલોલ બસ સ્ટેન્ડ પાસે ક્રિષ્ના લસ્સી સેન્ટર તથા જય નારાયણ ટી સેન્ટર નામની બંને દુકાન ઉપર ટોળા એકત્ર થતા હોય પોલીસ ત્યાં પહોંચતા ટોળા ના માણસો પોલીસને જોઈને જતા રહેલા આ ઉપરાંત જગદંબા સોસાયટી પાસે ઇન્ડિયન આમલેટ ની લારી ઉપર પણ ટોળા એકત્ર થતા પોલીસે ત્રણેવ દુકાનદારો વિરુદ્ધ સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ બદલ અને જાહેરનામા ભંગ બદલ ઈપીકો કલમ 188 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી સુરેશભાઈ ડાયાભાઈ રાણા તથા નરવતસિંહ જાલમસિંહ પરમાર અને આબિદશાહ ગુલામ નબીશા દિવાન ની અટકાયત કરવામાં આવી હતી.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..