Back

હાલોલમાં જલારામ બાપાની 221મી જન્મજયંતિની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરાઈ.

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી



હાલોલ નગર ખાતે પૂજ્ય શ્રી જલારામ બાપાની 221મી જન્મ જયંતી ની ઉજવણી પૂ. બાપા ના ભક્તો દ્વારા હાલ માં ચાલી રહેલા કોરોના વાયરસની મહામારીના  પગલે સાદગી રીતે કરવામાં આવી હતી.

આજે કારતક સુદ સાતમ એટલે પૂજ્ય બાપા નો જન્મદિન. પ્રતિ વર્ષે પૂજ્ય બાપા ના જન્મદિન ને લઇ હાલોલ નગરના ગોધરા રોડ ઉપર વાલમ પાર્ક પાસે આવેલ શ્રી જલારામ મંદિર ( સત્સંગ હોલ )ખાતે હાલોલ નગર સહિત આજુબાજુ ના ગામ માં વસતા પૂજ્ય જલારામ બાપાના ભક્તો મોટી સંખ્યામાં વહેલી સવારથી એકત્રિત થઇ પૂજ્ય જલારામ બાપાની પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્યતા ને પામતા હતા. પરંતુ ચાલુ વર્ષે હાલ માં ચાલી રહેલા કોરોના વાયરસ નું ગ્રહણ નડતા આજે પૂજ્ય જલારામ બાપાની 221 મી જન્મદિન ની ઉજવણી શ્રી જલારામ સેવા સમાજ પરિવાર તથા ટ્રસ્ટ હાલોલ દ્વારા સાદગી રીતે ઉજવવામાં આવી હતી. આજે સવારે 9.30 કલાકે પૂ.બાપા ની શ્રી પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ બાપા નો પ્રસાદ બુંદી અને ગાંઠિયા મંદિર પરિષદ માં એકત્રિત થયેલ ભક્તો ને આપવામાં આવ્યો હતો.

હાલોલ નગર ખાતે પૂજ્ય શ્રી જલારામ બાપા ની 221 મી જન્મ જયંતી ની ઉજવણી શ્રી જલારામ સેવા સમાજ પરિવાર તથા ટ્રસ્ટ હાલોલ દ્વારા કરવામાં આવી હતી.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..