Back

રાજપીપલા ખાતે હઝરત નિઝામ શાહ દાદા નો ઉર્સ શરીફ યોજાયો



આજરોજ 13- 1 -2020. ના રોજ રાજપીપલા ખાતે હજરત નિઝામ શાહ દાદાની દરગાહ ખાતેસંદલ શરીફ તથા  ઉર્સ  શરીફ યોજાયો


નર્મદા અનીશ ખાન


એકતા ના પ્રતીક એવા નિઝામશા નાંદોદી સરકાર ના હુલામણા નામેથી જાણીતા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ હઝરત નિઝામ શાહ દાદાની દરગાહ પર દરગાહ કમિટી દ્વારા સંદલ શરીફ તેમજ આમ   નિયાઝ  નું આયોજન કરવામાં આવ્યું હતું.  તેમજ  રાત્રે  સમાએ  મહેફિલ  નું આયોજન  કરવામાં આવ્યું હતું.  તેમાં મોટી સંખ્યા માં અનુયાયીઓ અને હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો એ ભાગ લીધો હતો.તથા મુસ્લિમ બિરાદરો તેમજ નો જવાનો દ્વારા ડીજે પર નાત    શરીફ ગાતે હુવે મુસ્લિમ મોહલ્લામાંથી ગલેફ ની સાથે મોટી સંખ્યામાં મુસ્લિમો એ ભાગ લીધો 


રાજપીપળા ખાતે નિઝામ શાહ દાદાની દરગાહ ઉપર હજારો શ્રદ્ધાળુઓ ની હાજરી વચ્ચે પરંપરાગત રીતે સંદલ શરીફ ની વિધિ સંપન્ન  કરાઈ હતી બીજા દિવસે ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી તથા ઉર્સના પ્રસંગે દરગાહને રંગબેરંગી રોશની  કરાઇ હતી


ગુરુડેશ્વર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..

ગરુડેશ્વર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..