Back

જૂનાગઢમાં ઉતરાયણ પર્વમાં ઘાયલ પક્ષી માટે ૧૨ કંટ્રોલ રૂમ ઉભા કરાયા

જૂનાગઢ : વન વિભાગ, વેટરનરી વિભાગ અને સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા કરુણા અભિયાન 

આજે ઉતરાયણ પર્વ નિમિતે જૂનાગઢ જિલ્લામાં ઘાયલ થતા પક્ષીઓ માટે વન વિભાગે જિલ્લામાં ૧૨ જેટલા કંટ્રોલ રૂમ અને ૮ સારવાર કેન્દ્રો શરુ કરવામાં આવ્યા છે.

આજે ઉતરાયણ પર્વ નિમિતે આકાશમાં ઉડતા પક્ષીઓની સુરક્ષા માટે રૂપાણી સરકારે રાજ્ય ભરમાં કરુણા અભિયાન શરૂ કર્યું છે.

જૂનાગઢ વન વિભાગ, વેટરનરી વિભાગ અને સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા કરુણા અભિયાન અંગે અધિકારીઓએ માહિતી આપતા વન વિભાગ એસીએફ જયંત પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬-૧૭ માં રાજ્યમાં મુખ્યમંત્રીએ ઘાયલ પક્ષીઓ માટે કરુણા અભિયાન શરુ કર્યું હતું, જે અંતર્ગત ઉતરાયણ પર્વમાં પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે દરવર્ષે કામગીરી કરવામાં આવે છે. આનું આ ચોથું વર્ષ છે.

આ વખતે વન વિભાગે જિલ્લામાં ૧૨ કંટ્રોલ રૂમ શરુ કર્યા છે, અને જેમાં ૨૪ કલાક સ્ટાફ ફરજ પર રહેશે. અને દરેક તાલુકામાં ૮ સારવાર કેન્દ્રો શરુ કરવામાં આવ્યા છે જૂનાગઢ વેટરનરી વિભાગના પશુ ચિકિત્સક ડૉ. પ્રકાશ વઘાસિયા એ જણાવ્યું કે પશુ ચિકિત્સા વિભાગના ડોકટરો, મનપાનો સ્ટાફ અને એનજીઓ સેવા આપશે. અને પતંગ ના કારણે ઘાયલ થયેલા પક્ષી ઉપરાંત અન્ય રોગ માં બીમાર પશુઓની સારવાર કરવામાં આવશે, તે માટે તમામ પ્રકારની દવાઓથી કેન્દ્રોને સજ્જ કરવામાં આવ્યા છે.

આ અભિયાન માં દર વર્ષની જેમ આ વખતે પણ વસુંધરા નેચર કલબ પ્રકૃતિ પ્રેમી પ્રણવ વઘાસિયા અને કાર્યકર્તાઓ જોડાયા છે.

ત્યારે વઘાસિયા એ જણાવ્યું હતું કે આજે જયારે પતંગ ચગાવો ત્યારે વહેલી સવારે પક્ષીઓ પોતાના માળામાંથી બહાર નીકળતા હોય છે એટલે સવારે ૧૦ વાગ્યા પહેલાં અને પતંગના ચગાવવી જોઈએ અને સાંજે પાંચ થી સાત પક્ષીઓ પોતાના માળામાં પરત ફરતા હોય છે એટલે સાંજના સમયે પતંગના ઉડાડવી જોઈએ, તેમજ તળાવો કે જળાશયોની આસપાસમાં પણ પક્ષીઓ વધુ ઉડતા હોય છે માટે આવા વિસ્તારોમાં પણ પતંગ ઉડાડવા નું ટાળવું જોઈએ.

પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા પતંગ ન ચગાવવી તેવો આગ્રહ કરવામાં આવ્યો છે. 

રિપોર્ટર : ભરત બોરીચા... જૂનાગઢ

Mo. 92768 17218