Back

મોટીબરાર પ્રાથમિક શાળા પરિવારે ઉજવ્યો પતંગ મહોત્સવ

માળિયા (મી.) તાલુકાના મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળા દ્વારા પતંગ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જે અંતર્ગત શાળા પરિવાર ગામથી 2 કિ.મી. દૂર આવેલ રામદેવપીરના મંદિરે પગપાળા જઈ ત્યાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર પતંગ ઉડાવવાની મજા માણી હતી. તો આ તકે શાળાના શિક્ષક રમેશચંદ્ર કાનગડ દ્વારા વિદ્યાર્થીઓને નાસ્તો પણ કરાવ્યો હતો.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..