Back

બિદડા ગામમાં ટ્રાફિક ની સમસ્યા માથાનો દુખાવો સમાન

માંડવી કચ્છ:- માંડવી તાલુકાના બિદડા ગામમાં આજ રોજ મોમાય ગેટ પાસે ટ્રાફિક જામ થયું હતું.બિદડા ગામમાં નેશનલ હાઈવે નંબર આઠ એ.ઉપર પણ અગાઉ બે થી ત્રણ અકસ્માત થયા છે.તે અકસ્માત માં લોકો એ જીવ ગુમાવી લીધા છે.છતાય રિક્ષા ચાલકો નેશનલ હાઈવે પર આડેધડ પાર્કિંગ કરવાથી ટ્રાફિક જામ થઈ રહ્યું છે.

બિદડા ગામમાં સર્વોદય હોસ્પિટલમાં હાલ તમામ રોગો માટે નું કેમ્પ ચાલુ હોવાથી દવા લેવા માટે આવતા લોકો ને તકલીફ પડતી હોય છે.

એક બાજુ ફળ ફ્રુડ શાકભાજી વાળા ની લારી પણ ટ્રાફિક જામ કરાવે છે.

બિદડા હોસ્પિટલના પહેલા ગેટ પાસે રિક્ષા આડેધડ પાર્કિંગ કરાતાં લોકોને મેડિકલ સ્ટોર્સ પર દવા લેવા માટે તકલીફ પડી રહી છે.

જી.આર.ડી.ના જવાનો આખો દિવસ મોબાઈલ ફોન માં મસકુર હોય છે.કોઈ ટ્રાફિક ખુલ્લો કરવા માટે કે અન્ય વાહાનો ને વ્યવસ્થિત રીતે પાર્કિંગ કરવામાં આવે તેવું કોઈ ધ્યાન આપતું નથી.

તો જીલ્લા લેવલના ટ્રાફિક પોલીસ દ્વારા બિદડા ગામમાં ટ્રાફિક ની સમસ્યાનો ઉકેલ કરવામાં આવે

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..