Back

નેત્રંગ : SRF ફોઉન્ડેશન દ્વારા વાર્ષિક રમતોત્સવ ૨૦૨૦ નું આયોજન કરવામાં આવ્યું હતું.


રિપોર્ટર, નેત્રંગ તાલુકો

પટેલ બ્રિજેશકુમાર બી.

૭૪૯૦૯ ૫૩૯૦૯ 


નેત્રંગ તાલુકામાં SRF ફોઉન્ડેશન દ્વારા વાર્ષિક રમતોત્સવ ૨૦૨૦ નું આયોજન કરવામાં આવ્યું હતું. નેત્રંગ તાલુકાના થવા ગમે આ રમતોત્સવ યોજાયો હતો. તા.૧૦/૦૧/૨૦૨૦ ના રોજ SRF Foundation આયોજિત રૂરલ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત વાર્ષિક રમતોત્સવ ૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું હતું . જે પ્રાથમિક શાળા થવા ખાતે કરવામાં આવ્યું હતું . આ રમતોત્સવમાં નેત્રંગ તાલુકાની કુલ ૧૧ શાળાઓએ અલગ - અલગ ૬ ( છ ) જેટલી રમતોમાં કુલ ૭૦૦ જેટલાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 


આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી પી.એલ.પીઠની ભરૂચ જિલ્લા નાયબ કલેકટરશ્રી હાજર રહયા હતા , સાથે અતિથિ વિષેશ  શ્રી ગિરીશ ગોયલ (એચ.આર.હેડ), એસ.આર.એફ. લીમીટેડ, દહેજ, શ્રી દિનેશ બાબુ ( ફેકટરી મેનેજર ) એસ.આર.એફ લીમીટેડ , દહેજ , શ્રી હિમાંશુ કડિયા લાઈઝન મેનેજર એસ.આર.એફ લિમિટેડ, શ્રી શાકેત આલમ પોગ્રામ મેનેજર એસ.આર.એફ ફાઉન્ડેશન , શ્રી રાજેશ વસાવા SRF Foundation , દહેજ આયોજક હાજર રહી બાળ રમતોત્સવને સફળતાપૂર્વક સંપન્ન કરાવ્યો . વિજેતા બાળકો અને શાળાઓને ટ્રોફીઓ એનાયત કરી અભિનંદન પાઠવ્યા .

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..