Back

યુગપુરુષ યુવા પરિષદ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાઈ

સુરસિંહ સોલંકી , કાંકરેજ 

યુગપુરુષ યુવા પરિષદ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની જયંતી નિમિત્તે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયું

                      આ યુવા પરિષદમાં કાંકરેજ તાલુકા અને થરાશહેરમાંથી 100 કરતા પણ વધુ યુવાનોએ ગાંધીનગર ખાતે જઈને લાભ લીધો.

              આ તબક્કે કાંકરેજ તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિર્તીસિંહ વાઘેલા સાહેબે કાંકરેજ/થરાથી બસને લીલીઝંડી આપીને ગાંધીનગર જવા પ્રસ્થાન કરાવ્યું હતું

                  ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજકો ભરતસિંહ વાઘેલા (ભલગામ) અને ઉમેશભાઈ પ્રજાપતિએ કાંકરેજ તાલુકા અને થરા શહેરમાંથી સો કરતાં પણ વધુ સ્વામી વિવેકાનંદ મંડળના યુવાનોને યુગપુરુષ યુવા પરિષદ મહાત્મા મંદિરમાં સહભાગી બનાવ્યા હતા

               આ યુગ પુરુષ યુવા પરિષદમાંં યુવાનોને સ્વામી વિવેકાનંદજીના વિચારોને જીવનમાં ઉતારી સેવાકીય કાર્ય કરવા,સરકારી યોજનાઓનો  લોકો સુધી લાભ અને માર્ગદર્શન અપાવવા,સ્વચ્છતા,આરોગ્ય,રમત-ગમત,સ્વાવલંબન અને સમર્પણ ક્ષેત્રે 1વર્ષ આપવા માટે મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને યોગદાન  આપવામાં માટે અપીલ કરી હતી

કાંકરેજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..