Back

હળવદ ના શક્તિનગર ગામ ના યુવાનો એ અનોખું સેવા કાર્ય કરી મકરસંક્રાતિ પર્વ ની ઉજવણી કરી

હળવદ ના શક્તિનગર ગામ ના યુવાનો એ અનોખું સેવા કાર્ય કરી મકરસંક્રાતિ પર્વ ની ઉજવણી કરી 

 

સેવાભાવી યુવાનો એ હળવદ યાર્ડ પાસે ઘણા સમય થી માનસિક રીતે બીમાર અને ગંભીર રીતે ઘાયલ અજાણ્યા વ્યક્તિ ને સ્નાન કરાવી બાલ દાઢી કરી સ્વચ્છ કપડાં પહેરાવી ભોજન કરાવી સારવાર સેવા કરી સમાજ ને અનોખો રાહ ચીંધ્યો

હળવદ ના માર્કેટિંગ યાર્ડ પાસે છેલ્લા કેટલાક દિવસ થી માનસિક રીતે બીમાર અને ગંભીર રીતે ઘાયલ વ્યક્તિ હતા જેની હાલત અસ્ત વ્યસ્ત હોઈ અને બંને પગ માં ગંભીર ઇજાઓ હોઈ અને તેના લીધે ખૂબ જ પીડા ભોગવી રહ્યા હતા ત્યારે આજે મકરસંક્રાંતિ નો પવિત્ર તહેવાર હોઈ બધા યુવાનો આ પ્રસંગ મોજ શોખ થી માણતા હોઈ છે ત્યારે આ વાત ની જાણ શક્તિનગર ગામ ના યુવાનો ને થતા સર્વે યુવાનો વિજય ભરવાડ , અજિતભાઈ , દાજીભાઈ , વિજયભાઈ રજપૂત , જયદીપભાઈ , જયંતીભાઈ , ભૂરાભાઈ , મુનાભાઈ , ઘનશ્યામભાઈ સહિત નાઓએ આજે તહેવાર ની ઉજવણી માનવસેવા નું ઉમદા કાર્ય કરી કંઈક અલગ જ પ્રકારે ઉત્સવ ની ઉજવણી કરી હતી... આ સેવાભાવી યુવાનો એ અજાણ્યા ઘાયલ પીડિત બંધુ પાસે રૂબરૂ જઈ પછી તેને ચોખા પાણી થી સ્નાન કરાવી બાલ દાઢી કરી અને સ્વચ્છ કપડાં પહેરાવ્યા અને સાત્વિક ભોજન પણ કરાવ્યું હતું ત્યાર બાદ બંને પગ માં ગંભીર ઇજા જોવા મળતા હળવદ ના સેવાભાવી ભાવેશભાઈ ઠક્કર અને તપન દવે ને જાણ કરતા તેઓ પણ તુરંત પાર્થ હોસ્પિટલ ખાતે આવી પહોંચેલ અને ત્યાં હાજર હળવદ ના સેવાભાવી તબીબ ડૉ. મિલનભાઈ માલમપરા સાહેબ એ પ્રાથમિક સારવાર નિઃશુલ્ક આપેલ અને વધુ સારવાર ની જરૂર હોય તેમ જણાવેલ ત્યારે મોરબી સ્થિત શ્રી યદુનંદન ગૌશાળા એ આ પ્રકાર ના વ્યક્તિઓ ની વિશેષ સેવા સારવાર કરાતી હોઈ ત્યારે શ્રી યદુનંદન ગૌશાળા નો સંપર્ક કરી આ યુવાનો પોતાની પ્રાઇવેટ ગાડી માં ત્યાં રૂબરૂ સાથે જઇ મુકવા માટે ગયેલ આમ આ હળાહળ કળીયુગ માં પણ માનવતા જીવંત છે એનો આ જીવતો જાગતો દાખલો છે અને સ્વામી વિવેકાનંદજી એ કહ્યું હતું કે પ્રાર્થના માટે જોડેલ બે હાથ કરતા કોઈ ની મદદ માટે લંબાવેલો એક હાથ વિશેષ છે ત્યારે "માનવ સેવા એજ પ્રભુ સેવા" ના સૂત્ર ને સાર્થક કરતા આ શક્તિનગર ના યુવકો ને લાખ લાખ સલામ છે

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..