Back

નસવાડી તાલુકા ના ખરેડા પ્રાથમિક શાળા માં ભણાવતી શિક્ષિકા નું ગળું કાપી હત્યા કરવામાં આવી.

છોટાઉદેપુર બ્રેકિંગ

રિપોટ જાવેદ પઠાણ નસવાડી

નસવાડી તાલુકા ના ખરેડા પ્રાથમિક શાળા માં ભણાવતી શિક્ષિકા   ની ગઢ બોરીયાદ માં પતિએ કરી પત્નીની હત્યા,

શિક્ષિકા પત્ની અલ્પા બેન ઝાલા ખરેડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી હતી.

પતિ મુકેશ સોલંકીએ મોડી સાંજે આણંદ જિલ્લાના  વતનમાંથી આવી લોખંડ ની તવી વડે હત્યા કરી, હોવાની લોક ચર્ચા

મૂકેશ સોલંકી પતિ પોતાના બે સંતાન લઈને ફરાર,નસવાડી પીલીસ ઘટના સ્થળે પહોંચી 

શિક્ષિકા અલપાબેન બાદલ સિંહ ઝાલા 10 વર્ષ થી  નસવાડી તાલુકા ની ખરેડા પ્રાથમિક શાળા માં ફરજ બજાવે છૅ .જેમના બે બાળક છે . એક પહેલા ધોરણ માં  ભણે છે જેનું નામ નીરવ કુમાર મુકેશ ભાઈ અને એક ત્રીજા ધોરણ માં અભ્યાસ કરે મયુર કુમાર જે બે બાળકો માતા સાથે જ બોરીયાદ મુકામે રહેતા.

શિક્ષકા નો પતિ પણ શિક્ષક  છૅ મુકેશ ભુપત સિંહ સોલંકી જે આણંદ જિલ્લા માં ફરજ બજાવેછે. ગત રોજ  બપોરે શિક્ષક પોતાની પત્ની ને મળવા નસવાડી તાલુકા ના બોરીયાદ ગામે આવ્યો હતો.

જ્યારે સવાર માં મરનાર અલપાબેન ના સગા બેન જયાબેન એ ખબર અંતર પૂછવા ફોન કર્યો તો અલપાબેન નો ફોન સ્વીચ ઓફ આવતો હતો ત્યાર બાદ જયાબેન દ્વારા બાજુ માં રહેતા એક માસી ને ફોન કર્યો ત્યારે બાજુ વાળા ફોન લઈ જતા અલપાબેન ગળા કપાયેલી હાલત માં ઘરમાં જોતા તેવો દ્વારા તેમની બેન ને જાણ કરવામાં આવી.

મૃતક અલપાબેન ના સગા બેન જયાબેન નો આક્ષેપ કે અલપાબેન ના પતિ મુકેશ ભુપત સિંહ સોલંકી વારંવાર અલપાબેન સાથે મારઝૂડ કરતો અને છોકરાં ઓને ઉપર થી નીચે ફેંકી દેવાની ધમકી ઓ આપતો અને મરનાર સાથે મારઝૂડ કરતો ગઈ કાલે બોરીયાદ ગામે  આવ્યા બાદ મારી બેન ની હત્યા કરી ને મારી ને જતો રહ્યો.