Back

ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા " કવચ " પોગ્રામ બાયડ શ્રી એન એન શાહ હાઈસ્કૂલ મુકામે યોજાયો

 અહેવાલ                                              

 મે.પો.કમિ સા.શ્રી અનુપમસિંહ ગેહલૌત સાહેબ શ્રી ની સીધી સુચના તેમજ માર્ગદર્શન હેઠળ મે. નાયબ પોલીસ કમિશ્નરશ્રી વહીવટ સરોજકુમારી સા.ના અધ્યક્ષ સ્થાને વડોદરા શહેર ખાતેની સમજ સ્પર્શની અભિયાન અંતર્ગત ની સમજ સ્પર્શની ટીમ ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા સંચાલિત "કવચ" પ્રોગ્રામ અંતર્ગત શ્રી એન.એન.શાહ(સાઠંબાવાલા) હાઇસ્કુલ,બાયડ અરવલ્લી ખાતે કવચ ટીમ દ્વારા ગુડ ટચ બૅડ ટચ અંગે સમજ તથા ડેમો બતાવવામાં આવ્યો તેમજ સેલ્ફ ડિફેન્સ ટેક્નિક ડેમો બતાવવામાં આવ્યા.                                    

ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્રારા “કવચ” પ્રોગ્રામ તા.૧૮/૦૧/૨૦૨૦ શ્રી એન.એન.શાહ(સાઠંબાવાલા) હાઇસ્કુલ,બાયડ અરવલ્લી ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અધ્યક્ષ શ્રીમતી લીલાબેન અંકોલીયા, અતિથી વિશેષ શ્રીમતિ હંસાબેન પટેલ નાઓ ઉપસ્થિત રહેલ આ ઉપરાંત કવચ ટીમ ઇન્ચાર્જ પી.આઇ. જે.આર.સોલંકી, જિલ્લા ના પી.આઇ.,પી.એસ.આઇ. તથા પોલીસ કર્મચારીઓ હાજર રહેલ તથા અન્ય હોદ્દેદારો ની ઉપસ્થિતિ માં કવચ પ્રોગ્રામની શરૂઆત દિપ પ્રગટાવી પ્રાર્થના તેમજ પુષ્પ સ્વાગત થી કરવામાં આવી. ગુજરાત રાજ્ય મહિલા આયોગ અધ્યક્ષ શ્રીમતી લીલાબેન અંકોલીયા નાઓ દ્વારા વિદ્યાર્થીની બહેનોને રસપ્રદ વક્તવ્ય કવચ પ્રોગ્રામ અંતર્ગત આપવામાં આવ્યુ. કવચ પ્રોગ્રામ અંતર્ગત ગુડ ટચ બૅડ ટચ ટીમ દ્વારા ડેમો સાથે  રસપ્રદ સમજણ આપવામાં આવી. તથા સેલ્ફ ડિફેન્સ ટીમ દ્વારા સેલ્ફ ડિફેન્સની ટેકનિક બતાવવામાં આવી. આ ઉપરાંત વિદ્યાર્થીની બહેનોને ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા કવચ પ્રોગ્રામ અંતર્ગત વહેચણી કરવામાં આવેલ બ્રોસરમાં Q.R. કોડ  ને સ્કેન કરી વિડિયો અંગે સમજુતી આપવામાં આવી પ્રોજેકટર પર વિડિયો બતાવવામાં આવ્યા. ગુડ ટચ બૅડ ટચ ને લગતી મુવી બતાવવામાં આવી તથા સેલ્ફ ડિફેન્સ ટેકનિક  અંગે વિવિધ વિડિયો બતાવવામાં આવ્યા પ્રેરક મુવી બતાવવામાં આવી તેમજ કવચ પ્રોગ્રામના અંતે ઘણી દિકરીયો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા જેના ખુબ જ સારી રીતે ઉદાહરણ સાથે સમજાવમાં આવેલ જેમા આશરે બાળકીઓ ૮૬૦ તેમજ ૬૦ શિક્ષકોએ આ પ્રોગ્રામ નિહાળેલ છે.

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..