Back

ભરૂચ : પ્રજાપતિ સમાજનો તૃતીય સ્નેહ મિલન સમહારો યોજાયો હતો.


તેજસ્વી વિદ્યાર્થીઓ સહિત સમાજના વિશિષ્ટ વ્યકિતઓ નું સનમાન કરવામાં આવ્યું હતું.




ભરૂચ જિલ્લા પ્રજાપતિ સમાજ નો તૃતીય સ્નેહ મિલન સમહારો સ્વામી વિવેકાનંદજી ની જન્મ જ્યંતી ના દિવસે યોજવામાં આવતા જિલ્લાભર માંથી સર્વગોળ ના પ્રજાપતિ ભાઈઓ-બહેનો એ ઉત્સાહ પૂર્વક સંમેલન માં ભાગ લીધો હતો.


સમસ્ત પ્રજાપતિ સમાજ ભરૂચ જિલ્લાના પ્રમુખ રાકેશભાઈ આર.પ્રજાપતિ, ઉપ પ્રમુખ પરેશભાઇ કે. લાડ તેમજ સમાજ મામદલના તમામ કાર્યકરો દ્વારા છેલ્લા ત્રણ વર્ષ થી જિલ્લામાં સર્વગોળ પ્રજાપતિ સમાજને સંગઠિત કરવાનું કામ લરી રહ્યા છે. જેમાં સમાજને સંગઠિત બનાવો,એક બીજાની નજીલ આવે,સમાજ સેવા થાય,સમાજની ઉન્નતિ થાય, સમાજનો ઉત્કર્ષ થાય,સંપ સહકાર ભતૃ પ્રેમથી સૌ સંગઠિત થાય ,સમાજ એક બીજા માટે દીવાદાંડી સમાન બની રહે તેવા હેતુ થી આ મંડળ સતત કાર્યશીલ રહ્યું છે.


સંગઠિત બનાવવનો જેમણે દુનિયાભર માં  મંત્ર આપ્યો છે.એવા સ્વામી વિવેકાનંદજી ની ૧૨ મી જાન્યુઆરી ના રોજ જન્મજયંતિ પણ ભવ્ય ઉજવણી ના ભાગ રૂપે તેઓના સપના ને સાંકળ કરવા માટે સમસ્ત જિલ્લા નો પ્રજાપતિ સમાજ ઝાડેશ્વર શ્રી નિલકાંઠેશ્વર મહાદેવ મંદિર ના પટાંગણમાં એકત્ર થઈ ને સંગઠન ની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.


તૃતીય સ્નેહ મિલન સમાહરો માં સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓ સહિત વિશિષ્ટ વ્યક્તિ ઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રજાપતિ સમાજના આ મંડળ દ્વારા આવનાર દિવસો માં અલગ-અલગ સેવા પ્રવૃતિઓ સમાજ માટે ઉપયોગી અને કરવામાં આવશે. આવ્યું હતું . સ્નેહ મિલનનો ગુજરાત માટીકામ કલાકારી બોર્ડના ડિરેકટર , ઓલ ઇન્ડિયા કુંભાર પ્રજાપતિ પોલિટિકલ ફેડરેશનના ચેરમેન તેમજ લઘુ ઉદ્યોગ ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ ખાસ હાજર રહ્યા હતા .


નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..