Back

નેત્રંગ : શ્રીમતી એમ.એમ ભક્ત હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો.


રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. મામલતદારે તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા.

શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે એ હેતુથી રમતગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનરશ્રી યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ  ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ભરૂચ દ્વારા સંચાલિત નેત્રંગ તાલુકાકક્ષાએ કલા મહાકુંભ તા.૧૭-૦૧-૨૦૨૦ ના રોજ નેત્રંગ તાલુકામાં આવેલ નેત્રંગ વિભાગ કેળવણી મંડળ સંચાલીત શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો.


જેમાં નેત્રંગ તાલુકાના વહીવટીતંત્રના વડા એવા મામલતદાર એલ.આર.ચોધરીના નેજા હેઠળ કલા મહાકુંભનો કાર્યક્રમ યોજાયો હતો.


જેમાં અનેક શાળાઓ જેવી કે  ગાલીબા,ડેબાર,મોરીયાણા પ્રા.શાળા અને સરકારી કોલેજ નેત્રંગ સહિત એમ. એમ ભક્ત હાઇસ્કુલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ તમામને મામલતદાર એલ. આર. ચોધરીએ પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે નેત્રંગ કેળવણી મંડળના મંત્રી ડો. રાજેન્દ્રસિંહ મહિડા, ઉ.માધ્યમિક વિભાગના આર.જે રાણા,સુપરવાઈઝર એમ.એસ ભંડારી,નિવૃત શિક્ષણ એ.બી પરમાર સહિત ભક્ત હાઇસ્કુલના ઇ.આચાર્ય પી.વી ગોહિલે હાજર રહી તમામનો આભાર માન્યો હતો.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..