Back

સુરત: ઉધના વિજ્યા નગર હેલ્થ સેન્ટર ખાતે પોલીયો રસીકરણ કાર્યક્રમ યોજાયો

સુરત શહેરમાં આવેલ ઉધનામાં આજરોજ તારીખ ૧૯/૦૧/૨૦૨૦ રવિવારના રોજ વિજયાનગર હેલ્થ સેન્ટર ખાતે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસી આપવા ના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શ્રી છોટુભાઇ પાટિલ તથા વોર્ડ નંબર 23 ના ઉધનાના  કોર્પોરેટર શ્રી સુરેશભાઇ કણસાગરા તથા શ્રીમતી રોહિનિ બેન પાટિલ,શ્રીમતી મગના દેવી શુક્લા,ઉધના વોર્ડનાં હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ અને હેલ્થ સેન્ટરના કર્મચારીઓ દ્વારા પોલિયોના રસીકરણ કાર્યક્રમને સફળ બનાવવામાં પૂરજોશમાં મહેનત કરવામાં આવી હતી