Back

કાલોલ તાલુકાની બાકરોલ શાળાના આચાર્યશ્રીનો ઇનોવેશન પ્રોજેક્ટ રાજ્ય તેમજ નેશનલ કક્ષા માટે પસંદગી

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ અને સંતરામપુર આયોજિત એજ્યુકેશનલ ઇનોવેશન ફેર-૨૦૨૦ અંબાલી ગોધરા ખાતે યોજાઇ ગયો. જેમાં ૭ તાલુકામાંથી પસંદ થયેલા કુલ ૭૩ શિક્ષકોએ શિક્ષણની ગુણવત્તામાં વધારો કરતા પોતાના પ્રોજેક્ટ રજુ કર્યા હતાં.જેમાં બાકરોલ શાળાના આચાર્યશ્રી સતીશ પ્રજાપતે ' નવરાશના નવરંગ ' નામનો પ્રોજેક્ટ જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમે પસંદ પામી રાજ્યકક્ષા માટે પસંદ થયો હતો.હવે પંચમહાલ જિલ્લાનું રાજ્યકક્ષાએ પ્રતિનિધત્વ કરશે. 

  તેમજ નવોદય ક્રાંતિ પરિવાર દ્રારા તા:૨/૩/૪ ફેબ્રુઆરી,૨૦૨૦ અમૃતસર પંજાબ ખાતે શાળા કક્ષાએ કરેલ નવતર પ્રયોગો અનુંસંધાને નેશનલ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવનાર છે જેમાં મારો નવતર પ્રયોગ " એક કદમ ડિઝીટલ જ્ઞાન કી ઓર " ની પસંદગી પામી છે જે અતર્ગત આગામી ફેબ્રુઆરી માસમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધત્વ કરવા અમ્રુતસર પંજાબ ખાતે હાજર રહેવા આમંત્રણ મળ્યું છે જે કાલોલ સહિત જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..