Back

આહવા સ.મા શાળા દ્વારા સાઇકલ રેલી અને રાષ્ટ્રીય સેવા શિબિરનું શુભારંભ

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત સરકારી માધ્યમિક શાળા આહવા દ્વારા રાષ્ટ્રીય સેવા શિબિરાઆર્થીઓ ને
શાળાના આચાર્ય પ્રજેશભાઈ ટંડેલ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યા હતા

રાષ્ટ્રીય સેવા યોજના ના અંતર્ગત આ શિબિરનું મુખ્ય હેતુ
સાઈકલીંગ યોગસન કરી આપણા આરોગ્ય ને તંદુરસ્ત રાખવાં માટે આહવા ગામમાં સાઇકલિંગ રેલી કાઢવામાં આવી હતી -ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ના ભાગરૂપે આમ જનતા ને પ્રેરણા મળે એવા હેતુ થી આહવા ના ડાંગ દરબાર હોલ થી મેઈન રોડ થી આહવા નગરમાં રેલી ફરી હતી

ત્યારબાદ આહવા તાલુકા ના ચીંચલી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે એમાં શિબિરાઆર્થીઓને ફિટ મુવમેન્ટ ઇન્ડિયા , મતદાન જાગૃતિ ,પર્યાવરણ જાગૃતિ , વ્યસન મુક્તિ, નેતત્વ તાલીમ,લોક સંપર્ક દ્વારા એઇડ્સ અંગે જાગૃતી, બેટી બચાવો બેટી પઢાવો જેવાં વિષયો પર વિદ્યાર્થીઓ તેમજ શિબિરોમાં આવનાર આમત્રિત મહેમાનો ગ્રામજનો ને સંપૂર્ણપણે માહિતગાર કર્યા હતાં

આ શિબિરમાં આવેલ NSS પો.ઓફીસર સુનિલ બાબર ને શૈલેષ ભોયેના નૈતૃત્વમા સાત દિવસીય વાર્ષિક શ્રમસંસ્કાર " ચિંચલી ગામે યોજાયો.જેમા 80 જેટલા ભાઈ બહેનોએ ભાગ લીઘો છે.

આ શિબિર નું ઉઘ્ઘાટન જિ.શિક્ષણાઘિકારી કચેરીના એ આઈ. શ્રી અરવિદ ગવળીના હસ્તે દિપ પ્રગટીય કરી કરવામા આવી.આ પ્રસંગે અમરસીંહ ગાર્ગુડે,આચાર્ય પ્રજેશ ટંડેલ વિમલ પટેલ ,મુકેશ બાગુલ સરપંચ, માજી સરપંચ ગામજનો, ડાંગ જિલ્લા ઈકો કલબ સંયોજક શ્રી દત્તાત્રેય મોરેની ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વઘારી હતી તથા પ્રસંગીક પ્રવચન આપી હાજર શિબિરાર્થીઓને માહિતગાર કર્યા હતાં

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..