Back

સમસ્ત બ્રહ્મસમાજ સુત્રાપાડા દ્વારા કારોબારી ટીમની રચના કરવામાં આવેલ હતી

રામસિંહ મોરી – સુત્રાપાડા


સમસ્ત બ્રહ્મસમાજ સુત્રાપાડા આયોજિત ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ છેલ ભાઈ જોષી, સમસ્ત બ્રહ્મસમાજ ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ મિલન ભાઈ જોષી તેમજ ઉપપ્રમુખ ધીરુભાઈ આચાર્ય તેમજ સમસ્ત બ્રહ્મસમાજ  સુત્રાપાડા ના પ્રમુખ વિનુભાઈ આચાર્ય ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમ માં સુત્રાપાડા તાલુકા બ્રહ્મસમાજ ના પ્રમુખ ચેતન ભાઈ આચાર્ય દ્વારા તેમની કારોબારી ટીમની રચના કરવામાં આવેલ છે. જેમાં સમસ્ત બ્રહ્મસમાજ સુત્રાપાડા તાલુકાના ઉપપ્રમુખ તરીકે ડૉ. પરેશભાઈ પંડ્યા, દિપક ભાઈ જોષી, મહામંત્રી તરીકે કૌશિક ભાઈ પંડ્યા, સહમંત્રી તરીકે હિતેશ ભાઈ જોષી, સંગઠન મંત્રી તરીકે પ્રીતેશ ભાઈ પુરોહિત, ખજાનચી તરીકે નિકુંજ ભાઈ જોષી તેમજ કારોબારી સભ્ય તરીકે વસિષ્ઠ ભાઈ,  યાજ્ઞિક ભાઈ અને અજિતભાઈ ની વરણી કરવામાં આવેલ છે.