Back

બાબરા ના ચમારડી ગામે પોલિયો રાઉન્ડ નો પ્રારંભ કરાયો.

બાબરા ના ચમારડી ગામે પોલિયો રાઉન્ડ નો પ્રારંભ કરાયો.


બાબરા.

          બાબરા ના ચમારડી ગામે પોલિયો રાઉન્ડ જુંબેશ આજ થી શરુ કરવામાં આવ્યું છે. ગામના આંગણવાડી માં તાલુકા પંચાયત ના સભ્ય કુલદિપભાઈ બસીયા ના વરદ હસ્તે બાળકો ને પોલિયો ના બે ટીપા પીવરાવી પોલિયો બુથ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

      બાબરા તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિરાટકુમાર જે. અગ્રાવત ની સુચના તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇજર રાજેશભાઈ સલખના ના આયોજન મુજબ તાલુકા માં ૦થી૫ વર્ષ ના બાળકો ને પોલિયો ના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. જે અતરગત ચમારડી ગામે અલગ અલગ બે બુથ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમા આશા વર્કર ના બહેનો વૈશાલીબેન દરજી, ઈદુબેન જોગેલ, વસંતબેન દેવમોરારી, હેતલબેન મકવાણા, પ્રભાબેન નિમાવત, તેમજ સ્વયંસેવકો દ્રારા પોલિયો ના ટીપા બાળકો ને પીવડાવવા મા અાવ્યા હતા. તેમજ ગામના ૦ થી ૫ વર્ષ નું એક પણ બાળક પોલિયો ના ટીપા થી વંચીત ના રહી જાય તેમની કાળજી રાખવામાં આવી રહી છે.


રીપોર્ટર:

રાહુલ ડી. પરમાર

(બાબરા)

(મો.9409042280)

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..