Back

ઘરફોડ ચોરી કરનારાને ગણતરીના કલાકો માં શોધી કાઢી મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડતી મુંદરા પોલીસ

મુન્દ્રા કચ્છ:-  મે,શ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિીવેદી સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબિયા સાહેબ પશ્ચિમ કચ્છ - ભુજનાઓ તથા ના . પો . અધિ . શ્રી જે . એન . પંચાલ સાહેબનાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ મુદરા પો . સ્ટેના પો . ઇન્સ શ્રી પી . કે . પટેલ સાહેબ સાથે પોલીસ સ્ટાફના કર્મચારીઓ મુદરા પોલીસ સ્ટેશનમાં તા . ૧૭ / ૦૧ / ૨૦૨૦ ના દાખલ થયેલ મુંદરા પો . સ્ટે . ફ . ગુ . ર . નં . ૧૧૨૦૫૦૩૨૨૦૦૦૪૩ આઇ . પી . સી . કલમ ૩૮૦ , ૪૫૭ મુજબના ગુના કામે ચોર મુદામાલ શોધવા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો . હેકોન્સ . દેવરાજભાઈ ગઢવીને મળેલ બાતમી આધારે ચોરી થયેલ મુદામાલ સાથે આરોપીઓને શોધી પુરેપુરો મુદામાલ રીકવર કરી ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપીઓ ( ૧ ) નદીમ ઓસમાણ જત ઉ . વ . ૨૦ રહે - હશનપીર બજાર કાંથાવાલા કોમ્પલેક્ષ , મુંદ્રા ( ર ) મહેબુબ ઉર્ફે નેપાલી રમઝાન પડયાર ઉ . વ . ૨૨ રહે . હશનપીર બજાર , કેરાઇ ફળિયુ , મુંદ્રા કલ્પે કરવામાં આવેલ મુદામાલ ની કી . રૂ . ૨૨ , ૪૦૦ / આ કામગીરીમાં મુદરા પો . સ્ટેના પો . ઈન્સ શ્રી પી . કે . પટેલ સાહેબ તથા પો . સબ . ઇન્સ . પી . કે . લીંબાચીયા સાથે પો . હેડ . કોન્સ . દેવરાજભાઇ ગઢવી તથા શકિતસિંહ ગોહિલ તથા અશોકભાઇ કનાદ તથા ભીમશીભાઇ ગઢવી તથા પો . કોન્સ રાજદિપસિંહ ગોહિલ તથા જયદેવસિંહ ઝાલા વિગેરે જોડાયેલ હતા

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..