Back

ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે એક સ્કોર્પિયો ગાડીને પકડી પાડતી ગઢશીશા પોલીસ

માંડવી કચ્છ:-  આજરોજ મેં . આઈ . જી . પી . શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબિયા સાહેબનાઓએ સુચના તથા નાયબ પોલીસ અધીક્ષકશ્રી જે . એન . પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ પ્રો . હીની પ્રવૃતિ નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ ઇન્સ્પેકટર શ્રી . આર . ડી . ગોજીયા સાહેબ ગઢશીશા પોલીસ સ્ટેશનનાઓની સુચના મુજબ પો . કોન્સ ભરતભાઈ અશારીયાભાઈ ગઢવી ને મળેલ બાતમી હકીકત મુજબ એક સ્કોર્પીયો ગાડી જેના રજી નંબર જીજે - ૧૨ - સીપી - ૭૭૭૩ વાળીને તેમાં ઈંગ્લીશ દારૂના મુદામાલ સાથે પકડી પાડી ગાડીના ચાલક વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . જે નીચે મુજબ છે . આરોપીઓ ( ૧ ) સ્કોર્પિયો ગાડી નંબર - જીજે - ૧૨ - સીપી - ૭૭૭૩ વાલીનો ચાલક કબજે કરેલ મુદામાલ : ( ૧ ) પાર્ટી સ્પેશીયલ વ્હીસ્કીની બોટલો નંગ -૮૭૬.કી રૂ,૩,૦૬ ,૬૦૦ /

( ૨ ) એક સ્કોર્પિયો ગાડી જેની કી.રૂ,૫ ,૦૦,૦૦૦ / એમ કુલ્લે કી . રૂ,૮ ,૦૬ ,૬૦૦ / - નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે . ઉપરોક્ત કામગીરી પો . ઇન્સ આર . ડી . ગોજીયા સાહેબની સુચના મુજબ એ . એસ . આઈ રામસંગજી સાહેબજી સોઢા તથા પો . કોન્સ ભરતભાઈ આશારીયા ગઢવી તથા પો . કોન્સ દેવજીભાઈ શામજીભાઈ મહેશ્વરી તથા પો . કોન્સ ગોતમભાઈ પ્રેમજીભાઈ ચોહાણ તથા પો . કોન્સ ધર્મેન્દ્રસિંહ સ્વરૂપસિંહ સોઢા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો દારા સફળ કામગીરી કરવામાં આવેલ છે .

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..