Back

તિલકવાડા ખાતે ખેતીની જમીનમાં ભાગ બાબતેની મારામારીના ૩ આરોપીઓનો નિર્દોષ છુટકારો

તિલકવાડા ખાતે ખેતીની જમીનમાં ભાગ બાબતેની મારામારીના ૩ આરોપીઓનો નિર્દોષ છુટકારો


રાજપીપળા : જુનેદ ખત્રી


નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પીછીપુરા ગામમાં જમીન બાબતેની બબાલમાં સંડોવાયેલા ત્રણ રોપીઓને વકીલની ધારદાર દલીલો બાદ કોર્ટે નિર્દોષ છોડી મુક્યા હતા.


પ્રાપ્ત માહિતી મુજબ પીછીપુરા ગામેં રહેતા ભીખાભાઇ જેઠાભાઇ તડવી,રાજુભાઇ ભીખાભાઇ તડવી,લીલાબેન ભીખાભાઇ તડવી ઉપર આરોપ હતો કે તેઓ ખેતી લાયક જમીનમાં ભાગ માંગવા માંટે ગયેલા તે વખતે આ કામના આરોપીઓએ સામેવાળાને જણાવેલ કે તને અમારી જમીન માંથી ભાગ નહી મળે તેમ કહી ઝઘડો કરી ભીખાભાઇ એ દંડા વડે હાથના કાંડા ઉપર મારી ગેબી ઇજા કરી તેમજ રાજુભાઇએ તેના હાથમાંની કુહાડીનો હાથો હાથના અંગુઠા ઉપર મારી ઇજા કરી તેમજ લીલા બેને ફરીયાદીને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કર્યાનો ગુનાનો આક્ષેપ આરોપીઓ પર હતો જેથી આ ત્રણ વિરૂધ્ધ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ જે શિક્ષાને પાત્ર ગુનાનું તહોમત આરોપીઓ પર હતું જે કેસ કોર્ટમાં ચાલતા કોર્ટે આરોપીઓ વિરૂધ્ધ પ્રોસેસ કાઢવાનો હુકમ કર્યો હતો.આ કેસમાં આરોપીઓ( બચાવ )પક્ષે વકીલ તૌસીફ ઠાકોર હાજર થઇ ૮ મૌખીક પુરાવાઓ તેમજ ૩ દસ્તાવેજી પુરાવાઓને ક્રોસ કરતા આ કામે આરોપીના વકીલ તૌસીફ ઠાકોરની ધારદાર દલીલોને કોર્ટે ગ્રાહય રાખી તિલકવાડાના જયુ.ફ.ક.મેજીસ્ટ્રેટ એ આરોપીઓને નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..