Back

બાબરા તાલુકા પંચાયત ના પુર્વ પ્રમુખ જસમતભાઈ ચોવટીયા ને સાત્વાના પાઠવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મર અને જેનિબેન ઠુંમ્મર.

બાબરા તાલુકા પંચાયત ના પુર્વ પ્રમુખ જસમતભાઈ ચોવટીયા ને સાત્વાના પાઠવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મર અને જેનિબેન ઠુંમ્મર.


બાબરા 

        બાબરા ના ચમારડી ગામના વતની અને બાબરા તાલુકા પંચાયત ના પુર્વ પ્રમુખ બાબરા તાલુકા કોંગ્રેસ ના વરિષ્ઠ આગેવાન જસમતભાઈ ચોવટીયા ના પિતાજી સ્વ. છગનભાઇ નરસિંહભાઈ ચોવટીયા નું ગત તા.૧૭/૧/૨૦૨૦ ના રોજ સુરત મુકામે દુ:ખદ અવસાન થયુ હતું. તેના સમાચાર બાબરા લાઠી ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમ્મર ને મળતા ખુબજ દુ:ખ વેક્ત કરીયું હતું ધારાસભ્યશ્રી એ તા.૧૭ ના જસમતભાઈ ને ફોન દ્રારા સાત્વાના પાઠવી હતી તેમજ આજ રોજ જસમતભાઈ ના નિવાસ સ્થાને રૂબરૂ જઈ સ્વ. છગનદાદા ને શ્રધ્ધાંજલી આપી હતી. તેમજ વરિષ્ઠ આગેવાન ના પિતાજી નું અવસાન થતા દુ:ખ વેક્ત કર્યું હતું.

         ત્યારે આજ રોજ સવારે ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ચમારડી જઈ જસમતભાઈ તથા મધુભાઈ ને સાત્વાના આપી હતી તેમજ બાપોર બાદ અમરેલી જીલ્લા પંચાયત ના પુર્વ પ્રમુખ જેનિબેન ઠુંમ્મરે પણ સ્વ. છગનદાદા ને શ્રધ્ધાંજલી આપવા ગયા હતા. અને તેઓએ પણ જસમતભાઈ, મધુભાઈ, અશોકભાઈ, નરેન્દ્રભાઈ તથા ચોવટીયા પરીવાર ને સાત્વાના પાઠવી હતી. અને સ્વ.છગનદાદા ના આત્માને શાન્તિ મળે તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી. આ તકે ચમારડી ગામના સરપંચ અરવિંદભાઈ મેમકીયા, તાલુકા પંચાયત ના સભ્ય કુલદિપભાઈ બસીયા, ભરતભાઈ પીઢડીયા, તેમજ ગામના આગેવાનો એ ચોવટીયા પરીવાર ને સાત્વાના પાઠવી હતી.


રીપોર્ટર:

રાહુલ ડી. પરમાર

(બાબરા)

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..