Back

વડોદરામા આવેલ ખાનકાહે એહલે સુન્નતના ઉપક્રમે ફ્રી મેડીકલ કેમ્પ યોજાયો

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર.કાદિરદાઢી




વડોદરા આજવા રોડ  ધનાની પાર્ક ખાતે આવેલ ખાનકાહે એહલે સુન્નતના ઉપક્રમે આસ્તનાએ  અજીમે મિલત્ત ખાતે ફ્રી રિફાઈ મેડિકલ એન્ડ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં મોટી સંખ્યા માં લોકો એ બ્લડ ડોનેટ કરી મેડિકલ કેમ્પ નો લાભ લીધો હતો.

સિલસીલાએ રિફાઇ (રદી.અ.) ના 863 માં ઉર્સ અને હિન્દુસ્તાન માં સિલસીલાએ રિફાઈ લઈને આવનાર હજરત સૈયદ અબ્દુલ રહીમ મેહબુલ્લા રિફાઈ સુરતી (રદી.અ) ના 341 માં ઉર્સ નિમિતે વડોદરા ની મશહૂર ખાનકાહે અહેલે સુન્નત ના ગાદી પતી હજરત સૈયદ મોઇનઉદ્દીનબાબા સાહેબ જીલાની  રિફાઈ ની રાહબરી હેઠળ આજવા રોડ મેમણ કોલોની ખાતે આવેલ આસ્તાનાએ અજીમે મિલત ખાતે એક બ્લડ ડોનેશન અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરાયું હતું જેમાં 90 ઉપરાંત રક્ત દાતાઓ એ રક્તદાન કર્યું હતું.

   જયારે મિડિકલ કૅમ્પ માં ગાયનીક.ઓથોપેટીક.બાળરોગ સહિત ડાયાબીટીસ ના દર્દીઓ એ નિષ્ણાત ડોક્ટરો  ની સેવા નો મોટી સંખ્યા માં લાભ લીધો હતો મેગા ફ્રી મેડીકલ કૅમ્પ ને સફળ બનનાવા મોઇનઉદ્દીનબાબા ના અનુયાયીઓ એ ભારે જહેમત ઉઠાવી હતી અને મોટી સંખ્યામાં મેડિકલ કેમ્પ નો લાભ લીધો હતો.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..