Back

ચમારડી ગામે પોલિયો બુથ ની મુલાકાતે જીલ્લા પંચાયત ના પુર્વ પ્રમુખ જેનીબેન ઠુંમ્મર.

ચમારડી ગામે પોલિયો બુથ ની મુલાકાતે જીલ્લા પંચાયત ના પુર્વ પ્રમુખ જેનીબેન ઠુંમ્મર.


બાબરા.

          બાબરા ના ચમારડી ગામે આજે પોલિયો રાઉન્ડ નો પ્રારંભ તાલુકા પંચાયત ના સભ્ય શ્રી કુલદિપભાઈ બસીયા ના વરદ હસ્તક કરવામાં આવ્યો હતો. ત્યારે બપોર બાદ જીલ્લા પંચાયત ના પુર્વ પ્રમુખ જેનીબેન ઠુંમ્મર ચમારડી ગામની મુલાકાત લીધી હતી અને ચમારડી ગામે આંગણવાડી ખાતે રાખેલ પોલિયો બુથ ની મુલાકાત કરી હતી. ત્યા બાળકો ને જેનીબેને પોતે પોલિયો ના ટીપા પિવડાવીયા હતા. અને લોકો ને અપિલ પણ કરી હતી કે ૦ થી ૫ વર્ષ ના બાળકો ને પોલિયો અવશ્ય પિવડાવો. આ તકે તાલુકા પંચાયત ના સભ્ય કુલદિપભાઈ બસીયા સાથે રહ્યા હતા. સાથે જેનીબેને બુથ પર હાજર કર્મચારી બહેનો પાસે થી મહીતી મેળવી હતી.


રીપોર્ટર:

રાહુલ ડી. પરમાર

(બાબરા)

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..