Back

રાજસ્થાન રાજ્યના ઉદયપુર જીલ્લાના ગોગુન્દા પો.સ્ટે. ના છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા મર્ડરના આરોપીને ઝડપી લેતી ગોંડલ સીટી પોલીસ

              રાજકોટ ગ્રામ્યના મ્હે. પોલીસ અધીક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા ગોંડલ ડીવીઝનના ના.પો.અધી. શ્રી પી.એ.ઝાલા સાહેબની સુચનાથી ગોંડલ સીટી પો.સ્ટે. ના ઇ/ચા પો.ઇન્સ. કે.એન.રામાનુજ સાહેબ સાથે ગોંડલ સીટી પો.સ્ટે. ના પો.હેડ.કોન્સ. રાજેન્દ્રસિહ ઝાલા તથા વિરભદ્રસિહ વાઘેલા તથા પો.કોન્સ. પ્રતિપાલસિહ જેઠવા એ રીતેના રાજસ્થાન રાજ્યના ઉદયપુર જીલ્લાના ગોગુન્દા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૨૦૦/૨૦૧૮ ઇ.પી.કો.કલમ-૩૦૨ ના કામનો આરોપી  છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો ખીમા મોતીરામ ગમેતી રહે.શીવડીયા ખેડા ફલા તા.ગોગુન્દા જી.ઉદયપુર રાજય-રાજસ્થાન વાળા બાબતે આજથી ત્રણેક માસ પહેલા રાજસ્થાન રાજ્યના ઉદયપુર જીલ્લાના ગોગુન્દા પોલીસ સ્ટેશનના પોલીસ દ્વારા મજકુર આરોપી ગોંડલ સીટી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં હોવાની ટેલીફોનીક જાણ કરી સદર ગુન્હાની એફ.આઇ.આર. તથા આરોપીનો ફોટો અત્રે મોકલેલ હોય જેથી મજકુર આરોપીની તપાસ અર્થે અત્રેના પો.સ્ટે.ના પો.હેડ કોન્સ. રાજેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ. પ્રતિપાલસિંહ જેઠવા તથા પો.હેડ કોન્સ. વિરભદ્રસિંહ વાઘેલા નાઓ છેલ્લા ત્રણ માસથી મજકુર આરોપીની તપાસમાં હતા અને પો.હેડ.કોન્સ. રાજેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ. પ્રતિપાલસિંહ જેઠવાએ મજકુર આરોપીના હાલના મોબાઇલ નંબર મેળવી પો.હેડ.કોન્સ. વિરભદ્રસિંહ વાઘેલા પાસેથી ટેકનીકલ મદદ મેળવતા મજકુર આરોપી રાજસ્થાન રાજ્યથી ગુજરાત રાજ્યમાં આવતો હોવાની માહીતી મળતા પો.હેડ.કોન્સ. રાજેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ. પ્રતિપાલસિંહ જેઠવા તથા પો.હેડ.કોન્સ. વિરભદ્રસિંહ વાઘેલા તથા ઇ/ચા પો.ઇન્સ. કે.એન.રામાનુજ સા. નાઓ ગોંડલ નેશનલ હાઇવે રોડ નવા માર્કેટીંગ યાર્ડ પાસે વોચમા હતા તે દરમ્યાન ગોંડલ નેશનલ હાઇવે રોડ નવા માર્કેટીંગ યાર્ડ પાસે આરોપી ખીમા ઉર્ફે કીશન સ/ઓ મોતીરામ ગમેતી જાતે-ભીલ ઉ.વ.૨૧ ધંધો-મજુરી રહે.શીવડીયા ખેડા ફલા તા.ગોગુન્દા જી.ઉદયપુર (રાજસ્થાન) વાળો મળી આવતા સી.આર.પી.સી.કલમ-૪૧(૧)આઇ મુજબ તા. ૧૯/૦૧/૨૦૨૦ ના ક. ૧૧/૦૦ વાગ્યે અટક કરેલ છે. અને અટક કર્યા અંગેની જાણ રાજસ્થાન રાજ્યના ઉદયપુર જીલ્લાના ગોગુન્દા પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છેં

ગૌરવ ગાજીપરા 

મો 9662780555

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..