Back

કાલોલ ખાતે ડાયાબીટીસ ના દર્દીઓ માટે વીનામૂલ્યે આંખના પડદાનો કેમ્પ યોજાયો

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



રાષ્ટ્રીય દષ્ટિ વિહીનતા નિવારણ સમિતિ  અને દર્શન પ્રેસ તથા દવાવાળા પરિવાર અને ગાયત્રી પરિવાર દ્વારા રવિવારના રોજ વિનામૂલ્યે  ડાયાબીટીસ ના દર્દીઓ માટે આંખ ના પડદાં નો કેમ્પ યોજવામાં આવ્યો હતો. કાલોલ ખાતે એન.એમ.જી.હોસ્પિટલમાં રવિવારે ડાયાબીટીસ ના દર્દીઓ માટે આંખ ના પડદાં વિનામુલ્યે ચેક કરવા નો કેમ્પ રાષ્ટ્રિય દષ્ટિ વિહીનતા નિવારણ સમિતિ ગોઘરા દ્રારા કરવામાં આવ્યો હતો જેમાં નિષ્ણાત ડોક્ટરો હાજર રહી જરૂરીયાતમંદ ૮૩ દર્દીઓને   તપાસી જે પૈકી ના ૧૪ દર્દીઓને લેસર  ઓપરેશન કરાવવા મંગળવારે વડોદરા બોલાવેલ છે ડોક્ટરો દ્વારા આ કેમ્પમાં દર્દીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.આ આંખના પડદાના તપાસ કેમ્પમાં મોટી સખ્યામાં દર્દીઓએ ભાગ લીધો હતો.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..