Back

હાલોલની પીએમ પરીખ જનરલ હોસ્પિટલ ખાતે બ્લડ સ્ટોરેજ સેન્ટરને ખૂલ્લુ મુકતા ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી




શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પીએમ પરીખ જનરલ હોસ્પિટલ ખાતે  બ્લડ સ્ટોરેજ સેન્ટર ઇન્દુ બ્લડ બેન્ક વડોદરા ના સહકાર થી બ્લડ સ્ટોરેજ સેન્ટરન તથા એબ્યુલન્સ નું ઉદ્ઘાટન સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના મંત્રી જયદ્રથસિંહજી પરમાર ના હસ્તે રવિવારના રોજ કરવામાં આવ્યું હતું.

    હાલોલ નગર ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે જ્યારે હાલોલ ની વસ્તી એક લાખ ઉપરાંત પહોંચી છે. આ ઉપરાંત હાલોલ ની આસપાસના વિસ્તારો ની જન સંખ્યા માં દર્દીઓને બ્લડની જરૂરિયાતના સમયે હાલોલ ની બન્ને બાજુ 40 કિલોમીટરના અંતરે વડોદરા તેમજ ગોધરા ખાતે નિર્ભર રહેવું પડતું હતું હાલોલ ખાતે બ્લડ સ્ટોરેજ ની જરૂરિયાત ઘણા વર્ષોથી હતી.

    આ જરૂરિયાતને ધ્યાનમાં રાખી શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ ના ટ્રસ્ટી ભરતભાઈ પરીખ તેમજ મુકેશભાઈ શાહ તેમજ તેમની ટીમ દ્વારા ઘણા સમયથી હાલોલ ખાતે બ્લડ સ્ટોરેજ સેન્ટર ઉભુ કરવા  પ્રયત્નશીલ હતા જેમાં તેઓને સફળતા મળતા તેમજ બ્લડ સ્ટોરેજ સેન્ટર શરૂ કરવા ને લગતી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થતા આજે રવિવારના રોજ સ્થાનિક ધારાસભ્ય તેમજ મંત્રી જયદ્રથસિંહજી પરમાર દ્વારા હાલોલ પંથકના દર્દીઓને તાત્કાલીક અસરથી બ્લડ સુવિધા સરળતાથી મળી રહે તેવા શુભ આશય સાથે  આ બ્લડ સ્ટોરેજ સેન્ટર ને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

   આ પ્રસંગે ઇન્દુ બ્લડ બેન્ક વડોદરા ના પ્રતિનિધિ તેમજ હાલોલ ના તબીબો તેમજ નગરના તબીબો તેમજ આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    જ્યારે જાણવા મળતી માહિતી મુજબ શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ દ્વારા સંચાલિત પી એમ પરીખ જનરલ હોસ્પિટલ ખાતે હાલમાં જનરલ ઓ.પી.ડી સહિત તમામ પ્રકારના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓનું નિદાન કરવામાં આવે છે. આ ઉપરાંત ડાયાલિસિસ સેન્ટર ફિઝિયોથેરાપી તેમજ પ્રસુતિ ગૃહ પણ કાર્યરત છે. જ્યારે આજરોજ જેમાં સુવિધામાં વધુ એક બ્લડ સ્ટોરેજ સેન્ટર નો સમાવેશ થતા હાલોલ નગર તેમજ તાલુકામાં ખુશીની લાગણી જોવા મળતી હતી.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..