Back

હાલોલમાં પોલીયો રસીકરણ અભિયાનનો પ્રારંભ

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી



પોલિયો રવિવાર અંતર્ગત રાજ્યવ્યાપી પોલિયો રસીકરણનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનમાં સમગ્ર રાજ્યમાં ૦ થી ૫ વર્ષની વયના ૮૦ લાખથી વધુ બાળકોને આવરી લેવામાં આવ્યા હતા જે અંતર્ગત હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પણ પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું જેને લઇ જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલ તેમજ આરોગ્ય ખાતાના પદાધિકારીઓ ઉપસ્થિત રહી ઝીરો થી પાંચ વર્ષના બાળકોને પોલ્યો રસી પીવડાવી હતી.

  પોલીયો રસીકરણ હાલોલ નગર પંથકમાં તાલુકામાં આરોગ્ય કર્મીઓએ જુદા જુદા બુથ ઉભા કરી બાળકોને પોલિયો રસી પીવડાવી હતી તેમણે સ્વસ્થ ગુજરાત – પોલિયોમુકત – તંદુરસ્ત ગુજરાત માટે દરેક માતા-પિતા પોતાના ૦ થી પ વર્ષના બાળકને આજે પોલિયો રવિવારે બે ટીપા અવશ્ય પીવડાવે તેવી અપીલ પણ કરી હતી.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..